પાકની જેલમાં મોતને ભેટનાર બીજો ભારતીય છે સરબજીત

સરબજીત સિંહને મોતની સજા સંભળાવવામાં આવી હતી, શુક્રવારે તેમના પર છ કેદીઓ દ્રારા ક્રુર હુમલો કરવામાં આવ્યો હતો. તેમના માથામાં ઇંટ વડે વાર કરવામાં આવ્યો હતો. સરકારી જિન્ના હોસ્પિટલમાં ભરતી સરબજીત મૃત્યું સુધી કોમામાં રહ્યો હતો. જાન્યુઆરીમાં વધુ એક ભારતીય કેદી ચમેલ સિંહનું જેમાં શંકાસ્પદ રીતે મોત નિપજ્યું હતું.
જે હોસ્પિટલમાં સરબજીતનું મોત નિપજ્યું હતું. કહેવામાં આવ્યું હતું કે 60 વર્ષીય ચમેલ સિંહને પણ આ જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. તેને શંકાસ્પદ રૂપથી જાસૂસીમાં લુપ્ત હોવાના મુદ્દે પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.
તે સમયે પાકિસ્તાની મીડિયાની રિપોર્ટ અનુસાર પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચમેલ સિંહને યાતના આપવાના લક્ષણ જોવા મળ્યા હતા. જે અંગે જેલ તંત્રએ મનાઇ કરી હતી. કોટ લખપત જેલમાં 4,000થી વધુ કેદીઓને રાખવાની ક્ષમતા છે પરંતુ તેમાં તેની ક્ષમતા કરતાં ચાર ગણા કેદીઓને રાખવામાં આવે છે. હાલમાં 17,000 કેદીઓ કેદ છે જેમાં ઓછામાં ઓછા 36 ભારતીય કેદી છે.












Click it and Unblock the Notifications
