સરબજીતનો દેહ પહોંચ્યો વતન, રાજકીય સન્માન સાથે આજે અંતિમ સંસ્કાર કરાશે
અમૃતસર, 3 મે: દેશભરમાં ગુસ્સા અને આક્રોશ વચ્ચે પાકિસ્તાની જેલમાં કેદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ મોતને ભેટેલા ભારતીય કેદી સરબજીત સિંહના દેહને ગુરૂવારે સાંજે વતનમાં લાવવામાં આવ્યો હતો. 49 વર્ષીય સરબજીત સિંહના દેહને લાહોરથી એરઇન્ડિયાના એક વિશેષ વિમાન દ્વારા અમૃતસર લાવવામાં આવ્યો હતો.
પટ્ટી સિવિલ હોસ્પિટલમાં પોર્ટમોર્ટમ બાદ સરબજીતના દેહને તેમના પરિવારને ભિખીવિંડ ગામમાં શુક્રવારે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવા માટે સોંપવામાં આવશે. અમૃતસરથી હેલિકોપ્ટરના માધ્યમથી દેહને સરબજીતના પૈતૃક ગામ ભિખિવિંડમાં લઇ જવામાં આવશે.
એર ઇન્ડિયાના વિશેષ વિમાન દ્વારા અમૃતસરના રાજાસાંસી હવાઇ મથકે ઉતાર્યા બાદ પાકિસ્તાની જેલોમાં બે દાયકાથી વધુ સમય ગુજારનાર સરબજીત સિંહની મુક્તિ માટે તેમના પરિવારની જંગનો દર્દભર્યો અંત આવ્યો છે. દેહને લેવા માટે હવાઇમથક પર પંજાબના ઉપમુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ અને વિદેશ રાજ્યમંત્રી પરનીત કૌર સહિત કેટલાક રાજકીય પક્ષોના નેતા હાજર હતા.

પંજાબ સરકારે સરબજીત સિંહના પરિવારને એક કરોડ રૂપિયાની નાણાંકીય સહાય આપવાનો અને ત્રણ દિવસ સુધી રાજકીય શોકની જાહેરાત કરી છે, એક આધિકારીક પ્રવક્તાએ જણાવ્યું હતું કે બધા જ સરકારી ભવનો પર અડધી કાઢીએ રાષ્ટ્રધ્વજ ધરકાવવામાં આવશે આ સમયગાળા દરમિયાન આધિકારીક સમારોહ કાર્યક્રમ થશે નહી. કેન્દ્રના વડાપ્રધાન રાહત કોષમાંથી સરબજીતના પરિવારને 25 લાખની રાશિ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ દરમિયાન અમૃતસર મેડિકલ કોલેજના છ ડોક્ટરોની એક ટુકડીએ ગુરૂવારે રાત્રે સરબજીતની મોતના કારણોની તપાસ માટે બીજીવાર પોસ્ટમોર્ટમ કર્યું હતું. ચંદીગઢમાં પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે કઇ પરિસ્થિતીમાં સરબજીતનું મોત નિપજ્યું છે તેની એક આંતરાષ્ટ્રીય એજન્સી પાસે સ્વતંત્ર તપાસ કરાવવાની માંગણી કરી છે. પ્રકાશ સિંહ બાદલે આ મુદ્દે કેન્દ્રના વલણની ટીકા કરી હતી.
કસ્ટમ ક્લિયરન્સના કારણે સરબજીતના દેહને અમૃતસર પહોંચાડવામાં મોડું થયું હતું. પંજાબ સરકારે જાહેરાત કરી છે કે સરબજીતના દેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેથી વાસ્તવિકતા સામે આવી શકે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરબજીતના દેહના કેટલાક નમૂન ફોરેન્સિક તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યાં છે. અટોપ્સીના અંતિમ રિપોર્ટ બે અઠવાડિયામાં આવવાની આશા છે. સરબજીતના દેહને ભારતીય અધિકારીઓને સોંપવામાં આવતી વખતે જિન્ના હોસ્પિટલની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હોસ્પિટલની અંદર અને બહાર બંને જગ્યાએ પોલીસ કમાંડો ગોઠવવામાં આવ્યાં હતા.












Click it and Unblock the Notifications
