ભારતીય પોસ્ટમોર્ટમ રિપોર્ટ : સરબજીતના શરીરમાં હ્રદય કિડની નથી

પોસ્ટમાર્ટમ બાદ તેની બોડી તેના વતન ભિખીવિંડ પહોંચાડી દેવામાં આવી છે. આજે શુક્રવાર, 3 મે, 2013ના રોજ બપોરે 2 વાગે સરબજીત સિંહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. સરબજીતને તેની બહેન દલબીર કૌરે મુખાગ્નિ આપ્યો હતો. અંતિમ સંસ્કાર પહેલા સરબજીતની બોડી દર્શન માટે રાખવામાં આવી હતી. સરબજીતની બોડી તેના ઘરેથી 200 મિટર દુર આવેલી સિનિયર સેંકડરી સ્કૂલમાં 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી રાખવામાં આવી હતી. સરબજીતના દર્શન માટે કેટલાય મોટા નેતાઓ આવી પહોંચ્યા હતા.
ભારતમાં સરબજીતના પોસ્ટમાર્ટમમાં એવું પણ બહાર આવ્યું કે તેના શરીરમાં કિડની અને હ્રદય પણ નથી. ડોક્ટરોનું કહેવું છે કે સામાન્ય રીતે પોસ્ટમાર્ટમ સમયે કિટની અને દિલ નિકાળી દેવામાં આવે છે, જેથી એવું બની શકે છે કે પાકિસ્તાનમાં થયેલ પોસ્ટમાર્ટમ સમયે આ બે અંગ ડોક્ટરોએ નિકાળી લીધા હશે.












Click it and Unblock the Notifications
