તસવીર: Real લાઇફમાં પણ હોટ છે એરટેલ 4જી વાળી છોકરી સાશા
આજ કાલ કેટલાય લોકોને એરટેલ 4જીની નવી એડમાં દેખાતી સ્માર્ટ અને ક્યૂટ છોકરી ખૂબ જ ગમી રહી છે. એટલું જ નહીં કેટલાક લોકો ઇન્ટરનેટ પર પણ તેના વિષે વધુ જાણવા માટે તેના વિષે સર્ચ કરી રહ્યા છે. અને ધીરે ધીરે ઘર ઘરમાં આ એરટેલ 4જી વાળી છોકરી લોકપ્રિય થઇ રહી છે. એરટેલની એડમાં દેખાતી આ સ્માર્ટ છોકરીનું નામ છે સાશા છત્રી. જેને ખાલી 19 વર્ષની નાની ઉંમરે એરટેલની એડમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો ચાન્સ મળ્યો છે. અને તે આ એડ દ્વારા એટલી પોપ્યુલર થઇ ગઇ છે કે હવે તમામ લોકોને એરટેલ 4જી વાળી છોકરી તરીકે ઓળખવા લાગ્યા છે.
સાશા છેત્રી પણ પોતાની આ પ્રસિદ્ધીથી ખૂબ જ ખુશ છે. મૂળ ઉત્તરાખંડની રાજધાની દેહરાધૂનની રહેવાસી તેવી સાશાને માત્ર 19 વર્ષની નાની ઉંમરે આટલી પ્રસિદ્ધ મળતા તેની ખુશીનો કોઇ પાર નથી. તેના કહેવા મુજબ હવે તે જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેને એરટેલ ફોરજી વાળી છોકરી કહી ઓળખી જાય છે તો એરટેલ ફોરજી વાળી છોકરી ઉર્ફ સાશા છત્રી વિષે થોડું વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

મુંબઇ ભણી રહી છે સાશા છત્રી
સાશા મુંબઇની જેવિયર્સ ઇન્ટીટ્યૂટ ઓફ કોમ્યુનિકેશનમાં એડવેટાઇઝિંગનો કોર્સ કરી રહી છે.

54,406 વાર
બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (બીએઆરસી)ના જણાવ્યા મુજબ 19 સપ્ટેમ્બરથી 20 નવેમ્બર 2015 સુધીમાં સાશા છેત્રીની એરટેલ વાળી એડ 54,406 વાર જોવામાં આવી.

સર્ફ વાળી લલિતાજીથી તુલના
આ એડ રિલિઝ થયા બાદ સાશાને રાતો રાત લોકપ્રિયતા મળી ગઇ. અને આ લોકપ્રિયતાના કારણે જ તેને સર્ફ વાળી લલિતાજી સાથે તુલના કરવામાં આવી.

મ્યૂઝિક આર્ટીસ્ટ
સાશા છેત્રી એક મ્યુઝિક આર્ટિસ્ટ પણ છે. અને તેણે ટ્રેની કોપીરાઇટર તરીકે પણ કામ કર્યું છે.

મોડલિંગ એજન્સી
વધુમાં તે અનેક મોડલિંગ એજન્સી સાથે પણ સંકળાયેલી છે. જો કે હાલ તો તે એરટેલ ગર્લ તરીકે નામના મેળવી ચૂકી છે.












Click it and Unblock the Notifications
