• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સતારામાં BJPના ઉમેદવારની હાર બાદ વાયરલ થઇ રહી છે શરદ પવારની તસ્વિર

|

શુક્રવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો આવી રહ્યા હતા ત્યારે રાજ્યની લોકસભા બેઠકોની પેટા-ચૂંટણીઓનાં પરિણામો પણ આવી ગયાં હતાં. આ પરિણામોમાં સાતારા બેઠકનું પરિણામ ચોંકાવનારું હતું. અહીં ભાજપના ઉદયનરાજ ભોંસલેને નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) ના ઉમેદવાર શ્રીનિવાસ પાટિલના હાથે ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. ઉદયનરાજ છત્રપતિ શિવાજીના વંશજ છે અને ભાજપને તેમની પાસેથી મોટી આશા હતી. પરંતુ NCPના પ્રમુખ શરદ પવારની છેલ્લી રેલીએ પાર્ટીની તમામ અપેક્ષાઓ પર 'પાણી ફેરવ્યું' હતું.

18 ઓક્ટોમ્બરની છે આ તસ્વિર

18 ઓક્ટોમ્બરની છે આ તસ્વિર

સતારામાં 18 ઓક્ટોબરે NCP પ્રમુખ શરદ પવારે એક રેલી યોજી હતી. ભારે વરસાદ પછી પણ પવાર મતદારોને સંબોધન કરતા રહ્યા અને તેમની એક તસ્વિર ઝડપથી વાયરલ થઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફોટાએ મતદારોને પાર્ટી માટે ભાવનાત્મક બનાવ્યા હતા. 21 ઓક્ટોબરના રોજ જ્યારે લોકસભા બેઠક માટે મતની સાથે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ હતી, ત્યારે પવારની રેલીએ પોતાનો જાદુ બતાવ્યો હતો. પેટાચૂંટણીમાં NCPના પાટિલને 87,717 મતો મળ્યા હતા. જોકે, ભોંસલે શરૂઆતમાં આગળ હતા, પણ તે લીડ જાળવી શક્યી નહી. સિક્કિમના રાજ્યપાલ રહી ચુકેલા ભોસલે નિવૃત્ત IAS અધિકારી પણ છે. પેટાચૂંટણીનાં પરિણામો આવવા લાગ્યા ત્યારે પાટિલે ધીરે ધીરે લીડ મેળવવાનું શરૂ કર્યું હતું.

હારથી ચોંકી ગયા હતા ભોંસલે

હારથી ચોંકી ગયા હતા ભોંસલે

પહેલા પાટીલ 10,000 વોટ સાથે આગળ હતા, ત્યારબાદ 30,000 અને ત્યારબાદ તેઓ લગભગ 80,000 મતોથી આગળ હતા. અંતે પાટિલને 6,15,008 મત મળ્યા જ્યારે ઉદયનરાજે માત્ર 5,39,241 મતોથી સંતોષ માનવો પડ્યો. ભોંસલ પોતે પણ પોતાની હારથી ચોંકી ગયા અને વિશ્વાસ કરી શક્યા નહીં કે તે જીતીને હાર્યા છે. ભોંસલેએ ત્રણ મહિના પહેલા સાતારા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી આ બેઠક ખાલી પડી હતી. મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં, ભોંસલે NCPની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. તેમને 5.55 લાખ મતો મળ્યા અને આ આંકડો આ વખતે ઘટીને 1.50 લાખ મત થઈ ગયો હતો.

પ્રથમ એક કલાકમાં મળ્યા 5 લાખથી પણ વધારે હીટ્સ

પ્રથમ એક કલાકમાં મળ્યા 5 લાખથી પણ વધારે હીટ્સ

પરિણામો પછી, ભોંસલેએ કહ્યું, 'લોકશાહીના મહારાજાએ આપેલા નિર્ણયને હું સ્વીકારું છું. જનતા જ રાજા છે જેણે મારી વિરૂદ્ધ ચુકાદો આપ્યો છે. મેં સાતારાના લોકો માટે 20 થી 25 વર્ષ નિરાશ્રિત રીતે કામ કર્યું છે અને હવે મારૂં પોતાનું જીવન છે. હવે હું ચૂપ થઈ જઈશ. NCPના નેતાઓએ પણ આ જીત પાર્ટીના વડા પવારને અર્પણ કરી હતી. કાર્યકરોના જણાવ્યા અનુસાર વરસાદ હોવા છતાં પવારે રેલી ચાલુ રાખી હતી અને આ રેલી ઘણી ચર્ચાનો વિષય બની હતી. વરસાદમાં ભીંજાયેલો પવારનો ફોટો સોશિયલ મીડિયા પર વ્યાપક બન્યો અને વાયરલ થયો હતો. તેને પહેલા એક કલાકમાં જ પાંચ લાખથી વધુ હિટ મળી હતી.

પવારે જીતનો શ્રેય આ તસ્વિરને આપવાની ના પાડી

પવારે જીતનો શ્રેય આ તસ્વિરને આપવાની ના પાડી

ગુરુવારે, પરિણામ પછી પવારે પત્રકાર પરિષદ યોજી હતી, ત્યારે તેમને પણ આ રેલી અંગે સવાલ કરવામાં આવ્યા હતા. પરંતુ NCP પ્રમુખે પરિણામોમાં તેમની રેલીને શ્રેય આપવાની ના પાડી હતી. તેમણે કહ્યું, 'વરસાદ ખૂબ જ જોરદાર હતો અને લગભગ 50,000 લોકો મારી વાત સાંભળવા આવ્યા હતા અને તેઓએ ખુરશીની છત્રછાયા કરી હતી. હું તેમને નિરાશ કરી શક્યો નહીં. હું ફોટોમાં વાયરલ કેવી રીતે થયો અને કોણે વાયરલ કર્યો તે જાણવા માગતો નથી.

ભાજપને અન્ય 6 ધારાસભ્યોનું સમર્થન, દિવાળી બાદ ખટ્ટર CM પદના શપથ લેશેઃ સૂત્ર

English summary
satara bypolls rain soaked speech of sharad pawar is the reason why Udayanraje Bhosle lost
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X