For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૂર્તિઓના પૈસા જમા કરાવવાના સમાચાર પર સતીષ મિશ્રાનું મોટુ નિવેદન

બહુજન સમાજ પાર્ટના રાજ્યસભા સાંસદ સતીશચંદ્ર મિશ્રાએ કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટે માયાવતીની મૂર્તિઓ પર ખર્ચ થયેલા પૈસા પાછા આપવાનો કોઈ આદેશ આપ્યો નથી.

|
Google Oneindia Gujarati News

બહુજન સમાજ પાર્ટના રાજ્યસભા સાંસદ સતીશચંદ્ર મિશ્રાએ કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટે માયાવતીની મૂર્તિઓ પર ખર્ચ થયેલા પૈસા પાછા આપવાનો કોઈ આદેશ આપ્યો નથી. મિશ્રાએ કહ્યુ કે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ સુનાવણી દરમિયાન આ પ્રકારની ટિપ્પણી કરી છે કોઈ આદેશ આપ્યો નથી જેવુ મીડિયામાં કહેવામાં આવી રહ્યુ છે. મિશ્રાએ કહ્યુ કે આ સુનાવણી પર કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. કેસની સુનાવણી 2 એપ્રિલે થશે અને તે સુનાવણી દરમિયાન અદાલત આના પર નિર્ણય કરશે. માયાવતીના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેવા દરમિયાન બનાવવામાં આવેલા સ્મારકો અને મૂર્તિઓ પર થયેલા ખર્ચને ખોટો ખર્ચ ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી આપવામાં આવી છે.

Satish Chandra Misra

માયાવતીના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેવા દરમિયાન બનાવવામાં આવેલા સ્મારકો અને મૂર્તિઓ પર થયેલા ખર્ચને ખોટો ખર્ચ ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી આપવામાં આવી છે. શુક્રવારે અરજી પર સુનાવણી કરતા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યુ કે પ્રથમ દ્રષ્ટિએ તો લાગે છે કે બસપા સુપ્રીમોએ મૂર્તિઓ પર કરેલ ખર્ચ જનતાને પાછો આપવો પડશે. તેમણે આ પૈસા પાછા આપવા જોઈએ. મૂર્તિઓ પર જનતાના પૈસા ખર્ચ કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં 2009માં આ અરજી આપવામાં આવી હતી. અરજીમાં એ પણ માંગ કરવામાં આવી કે નેતાઓએ પોતાની અને પાર્ટીના ચિહ્નની પ્રતિમાઓ બનાવવા પર જનતાના પૈસા ખર્ચ ન કરવાના નિર્દેશ આપવામાં આવે.

માયાવતીએ 2007થી 2011 દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેવા દરમિયાન લખનઉ અને નોઈડામાં પાર્ક બનાવ્યા હતા. આ પાર્કોમાં માયાવતીએ પોતાની, ડૉ. ભીમરાવ આંબેડકર, બસપાના સંસ્થાપક કાશીરામ અને પાર્ટીના ચિહ્ન હાથીની ઘણી પ્રતિમાઓ બનાવી હતી. મુખ્યમંત્રી રહેવા દરમિયાન ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં હાથી અને પોતાની ઘણી પ્રતિમાઓ લગાવી હતી.

આ પણ વાંચોઃ હરેન પંડ્યા હત્યાકાંડઃ પુનઃતપાસની માંગ કરતી અરજી પર SCમાં 12મીએ સુનાવણીઆ પણ વાંચોઃ હરેન પંડ્યા હત્યાકાંડઃ પુનઃતપાસની માંગ કરતી અરજી પર SCમાં 12મીએ સુનાવણી

English summary
Satish Chandra Misra clarifies over Supreme Court statement Mayawati public money spent on statues
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X