જગન્નાથ રથયાત્રાઃ સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો - અમુક પ્રતિબંધો સાથે થશે આયોજન

સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરીમાં 23 જૂને યોજાનાર રથયાત્રાને અમુક પ્રતિબંધો સાથે મંજૂરી આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરીમાં 23 જૂને યોજાનાર રથયાત્રાને અમુક પ્રતિબંધો સાથે મંજૂરી આપી દીધી છે. કોર્ટે કહ્યુ છે કે રથયાત્રા આરોગ્ય સાથે સમજૂતી કર્યા વિના મંદિર સમિતિ, રાજ્ય અને કેન્દ્ર સરકારના સમન્વય સાથે આયોજિત કરવામાં આવશે. આ સાથે જ કોર્ટે કહ્યુ કે રાજ્ય(ઓરિસ્સા) યાત્રા ઉત્સવને રોકી પણ શકે છે જો તેને લાગે કે સ્થિતિ હાથમાંથી નીકળી રહી છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ મહામારીના કારણે 18 જૂને રથયાત્રા પર રોક લગાવી દીધી હતી. પરંતુ કોર્ટના આ ચુકાદા સામે ઘણી સમીક્ષા અરજીઓ દાખલ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર સાથેસાથે કેન્દ્ર સરકારે પણ યાત્રાને જરૂરી ગણાવી.

odisha

કેન્દ્ર સરકારે પણ કોર્ટમાં વાર્ષિક રથયાત્રા કેસનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને સાર્વજનિક ભાગીદારી વિના આયોજન કરવામાં આવી શકે છે. કેન્દ્ર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ કે માત્ર એ લોકો જેમનો કોરોના વાયરસ ટેસ્ટ નેગેટીવ આવ્યો છે અને ભગવાન જગન્નાથ મંદિરમાં સેવક તરીકે કામ કરી રહ્યા છે, તેમને જ આમાં ભાગ લેવાની મંજૂરી મળે. મહેતાએ કહ્યુ કે આ રસમ સદીઓથી ચાલતી આવે છે અને તેને અટકાવવી ન જોઈએ.

વળી, ઓરિસ્સાની સરકારનુ કહેવુ છે કે જન ભાગીદારી વિના રથયાત્રાનુ આયોજન થઈ શકે છે. રાજ્ય સરકારે આ યાત્રા દરમિયાન કર્ફ્યુ લગાવી શકે છે જેથી લોકો રસ્તા પર આવી ન શકે. આ પહેલા કોર્ટે પોતાના ચુકાદામાં કોરોના વાયરસ(કોવિડ-19)મહામારીના કારણે પુરી અને ઓરિસ્સામાં અન્ય બધા સ્થળોએ વાર્ષિક રથયાત્રા પર રોક લગાવી દીધી હતી.

પોતાના 18 જૂનના ચુકાદામાં કોર્ટે શું કહ્યુ હતુ?

આ પહેલા સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે જો આ વર્ષે રથયાત્રાની મંજૂરી આપવામાં આવી તો ભગવાન જગન્નાથ અમને માફ નહિ કરે. કોરોના વાયરસ મહામારીને જોતા ઓરિસ્સા વિકાસ પરિષદ નામના એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આ વર્ષે રથયાત્રા પર રોક લગાવવાની માંગ કરી હતી. ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયા શરદ અરવિંદ બોબડેએ આ કેસમાં સુનાવણી કરીને કહ્યુ કે જો અમે આની મંજૂરી આપીશુ તો ભગવાન જગન્નાથ અમને માફ નહિ કરે. મહામારીના સમયે આવા આયોજન ન થઈ શકે. લોકોના આરોગ્ય માટે આદેશ જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X