SCએ સરકારને પૂછ્યુ, જાકિયાને આપી શકાય છે દસ્તાવેજ?

ન્યાયમૂર્તિ ડી કે જૈન અને ન્યામૂર્તિ મદન બી લોકૂરની ખંડપીઠે કહ્યું કે અમે વિશેષ તપાસ દળના અધ્યક્ષને ફરિયાદકર્તા દ્વારા દાખલ વિશેષ અનુમતિ યાચિકાનું અધ્યયન કરવા અને અમને એ બતાવવા આદેશ કર્યો છે કે શું આ મામલે ક્લોઝર અહેવાલ સાથે જોડાયેલા દસ્તાવેજ ફરિયાદકર્તાને આપી શકાય છે કે નહીં.
પૂર્વ સીબીઆઇ નિદેશક આર કે રાઘવનની અધ્યક્ષતામાં એસઆઇટીએ અમદાવાદના ગુલબર્ગ હાઉસિંગ સોસાયટી નરસંહાર મામલા સહિત ગુજરાત રમખાણોની તપાસ કરી છે. અમદાવદમાં એક નીચલી અદાલતે 27 નવેમ્બરે આ ક્લોઝર અહેવાલનો સ્વિકાર કર્યો જે મામલમાં સિટને 13 માર્ચ 2012એ દાખલ કરવામાં આવી હતી.
જાકિયાએ એક વિશેષ અનુમતિ યાચિકા દાખલ કરીને નીચલી અદાલતના આદેશને પડકાર્યો હતો. આ આદેશમાં નીચલી અદાલતે મામલાની તપાસ સંબંધિત કેટલાક દસ્તાવેજ આપવાના જાકિયાના આગ્રહને ખારીજ કરી નાંખ્યો હતો.












Click it and Unblock the Notifications
