For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં ફરી ધમધમશે ડાન્સબાર્સ, સુપ્રીમ કોર્ટનો ચૂકાદો!

|
Google Oneindia Gujarati News

bar girl
નવી દિલ્હી, 16 જુલાઇ : સુપ્રીમ કોર્ટે આખા મહારાષ્ટ્રમાં ડાન્સબારને ફરીથી ખોલવાની પરવાનગી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે મુંબઇ હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવી ડાન્સબારને ફરી ખોલવાની મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2005માં મહારાષ્ટ્ર સરકારે ડાન્સબાર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ એકવાર ફરી ડાન્સબાર્સ ખુલવાનો રસ્તો મોકળો થઇ ગયો છે.

મહારાષ્ટ્રના તત્કાલીન ઉપ મુખ્યમંત્રી આર.આર. પાટિલે રાજ્યના બધા જ ડાન્સ બાર્સ પર પ્રતિબંધ લાદી દીધો હતો. જોકે બોમ્બે હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં સરકારી પ્રતિબંધને રદીયો આપી દીધો હતો જેના પગલે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેના પર આજે થયેલી સુનવણીમાં આ નિર્ણય આવ્યો છે. પાટિલે રાજ્યની બધી હોટલો, બીયરબાર અને પરમિટ રૂમમાં ડાન્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

પાટિલની દલિલ હતી કે ડાન્સ બારના કારણે યુવતીઓનો વેપાર કરવામાં આવે છે. ડાન્સબારના માલિક યુવતીઓનું શારીરિક અને આર્થિક શોષણ કરે છે. જેના કારણે દેહવ્યાપારને પ્રોત્સાહન મળે છે. ડાન્સબાર પર પ્રતિબંધ લગાવવાના કારણે રાજ્યમાં ડાન્સબારમાં કામ કરતી હજારો યુવતીઓ અને મહિલાઓ બેકાર થઇ ગઇ હતી.

તેમણે આ નિર્ણયની સામે બોમ્બે હાઇકોર્ટમાં અરજી પણ કરી હતી. 12 એપ્રિલ 2006ના રોજ બોમ્બે હાઇકોર્ટે બાર ડાન્સરોના પક્ષમાં નિર્ણય આપ્યો. હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને ગેરકાયદેસર ગણાવતા આ નિર્ણયથી સંવિધાનના અનુચ્છેદ 14 અને 19-1 (G)નો ભંગ થાય છે. આ પ્રકારની પાબંદી હોટલ માલિકો અને ડાન્સરનો વ્યવસાય કરવાની આઝાદીને રોકે છે, જે તેમનો મૂળભૂત અધિકાર છે.

મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. પ્રતિબંધ બાદ લગભગ 75 હજારવાર બાળાઓ બેરોજગાર બની ગઇ હતી. ઇન્ડિયન હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશન,ના લીગલ ચેરમેન અનિલ ગાયકવાડ અનુસાર તેઓ આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે. તેમણે જણાવ્યું કે હજારો લોકો બેરોજગાર બની ગયા હતા. ડાન્સબાર બંદ થવાના કારણે ડાન્સર્સ ખોટા કામ કરવા પર મજબૂર થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે આખા મહારાષ્ટ્રમાં 700 ડાન્સબાર છે.

English summary
Seven years after they were banned, dance bars can again run in Maharashtra with the Supreme Court today upholding a Bombay High Court verdict quashing the state government's order.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X