For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટે નક્કી કર્યા લિવ-ઇન રિલેશનશિપના માપદંડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 ડિસેમ્બર: સુપ્રીમ કોર્ટે મહિલાઓને સુરક્ષા પુરી પાડવા માટે લિવ-ઇન રિલેશશિપને લગ્નની જેમ સંબંધના દાયરામાં લાવવા અને તે પ્રમાણે તેને ઘરેલૂ હિંસા વિરોધી કાયદા હેઠળ લાવવા માટે કેટલીક ગાઇડલાઇન્સ તૈયાર કરી છે. તેમાં સંબંધની મર્યાદા, એક જ ઘરમાં રહેવા અને આવકસ્ત્રોતમાં સહભાગીદારી સહિત કેટલાક અન્ય મુદ્દા સામેલ છે.

જજ કે એસ રાધાકૃષ્ણન અને જજ પિનાકી ચંદ્ર ઘોષની પીઠે કહ્યું કે જો કે આ મુદ્દે કહ્યું ફક્ત આઠ ગાઇડલાઇન્સ પર્યાપ્ત નથી, પરંતુ તેમાં આવા સંબંધોને નક્કી કરવાના મુદ્દે કેટલીક હદ સુધી મદદ જરૂર મળી શકશે. લિવ-ઇન રિલેશનશિપને માન્યતા આપવા માટે દિશાનિર્દેશ નક્કી કરતાં પીઠે કહ્યું હતું કે નાણાં અને ઘરેલૂ હિંસા, પરસ્પર જવાબદાનું નિર્વાહ, યૌન સંબંધ, બાળકોને જન્મ આપવો અને તેમની સારસંભાળ કરવા, લોકો સાથે હળવું-મળવું તથા સંબંધિત લોકોની નિયત અને વ્યવહાર કેટલાક એવા માપદંડ છે જેના આધારે સંબંધોના સ્વરૂપમાં જાણવા માટે વિચાર કરી શકાય છે.

supreme-court

પીઠે કહ્યું હતું કે સંબંધના સમયગાળા દરમિયાન ઘરેલૂ હિંસા વિરોધી કાયદાની કલમ 2 (એફ) હેઠળ સ્થિતી પર વિચાર થઇ શકે છે અને કેસ તથા સ્થિતીના હિસાબે સંબંધનું સ્વરૂપ નક્કી કરી શકાય છે. સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યું હતું કે ઘરેલૂ વ્યવસ્થા, કેટલાક ઘરેલૂ જવાબદારીને નિભાવવી, જમવાનું બનાવવું, ઘરની દેખરેખ કરવી સંબંધના વિવાહના સ્વરૂપમાં હોવાના સંકેત આપે છે. કોર્ટે લિવ-ઇન રિલેશનશિપમાં રહેનાર એક દંપતિ વચ્ચે વિવાદનું સમાધાન કરતાં આ આદેશ લાગૂ કર્યો હતો. આ કેસમાં મહિલાએ સંબંધ પૂરો થયા બાદ પુરૂષ પાસે ભરણપોષણની માંગણી કરી હતી.

English summary
Duration of relation, shared household and pooling of resources are some of the guidelines the Supreme Court has framed for bringing live-in relationship within the expression 'relationship in the nature of marriage' for protection of women under Domestic Violence (DV) Act.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X