બાબરી વિધ્વંસ કેસઃ અડવાણી અને ઉમા ભારતીની મુશ્કેલી વધશે?

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશની ચૂંટણી બાદ ફરી એકવાર રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિધ્વંસ નો મામલો ચર્ચામાં આવ્યો છે. આ મામલે મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટે સૂચવ્યું હતું કે, આ મુદ્દાનો ઉકેલ પરસ્પર સમજુતીથી આવવો જોઇએ. જરૂર પડ્યે કોર્ટે મધ્યસ્થી બનવાની તૈયરી બતાવી છે. હવે ગુરૂવારના રોજ આ અંગે સુનવણી થશે કે, વર્ષ 1992માં બાબરી મસ્જિદના વિધ્વંસ મામલે આરોપી રહેલાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધાશે કે કેમ?

babri mosque

ઉલ્લેખનીય છે કે, આ મામલે પહેલાં જ એક સુનવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મુદ્દા પર પહેલી નજરમાં નેતાઓને આરોપમુક્ત કરવા યોગ્ય નહીં ગણાય. સુપ્રીમ કોર્ટે સાથે જ એમ પણ કહ્યું હતું કે, સીબીઆઇને આ મામલે નીચલી અદાલત તરફથી લેવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ સમયસર એક સપ્લિમેન્ટ્રિ ચાર્જશીટ દાખલ કરવી જોઇતી હતી. નીચલી અદાલતે ટેક્નિકલ ગ્રાઉન્ડ પર આ તમામ નેતાઓને આ કેસમાંથી આરોપમુક્ત કર્યાં હતા, જે પછી હાઇકોર્ટે પણ આ નિર્ણય માન્ય ઠરાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે સીબીઆઇને આ મામલે તમામ 13 આરોપીઓ વિરુદ્ધ અપરાધનું કાવતરું ઘડવા બદલ ચાર્જશીટ દાખલ કરવાનું કહ્યું હતું. સાથે જ કોર્ટે બાબરી વિધ્વંસ મામલે બે અલગ-અલગ અદાલતોમાં ચાલી રહેલી સુનવણી અંગે સવાલ કરતાં પૂછ્યું હતું કે, રાયબરેલીમાં ચાલી રહેલ બાબરી મસ્જિદની સુનવણીને લખનઉ ટ્રાન્સફર કરવામાં આવે તે કેવું? લખનઉમાં આની સાથે જોડાયેલા મામલાની સુનવણી ચાલી રહી છે અને માટે જ સુપ્રીમ કોર્ટ આ બંન્ને મામલાની સુનવણી એક સાથે કરવા માંગે છે.

અહીં વાંચો - અજમેર દરગાહ બ્લાસ્ટમાં આ ગુજરાતીને થઇ ઉંમર કેદ

જો કે, લાલકૃષ્ણ અડવાણીએઆનો વિરોધ કરતાં કહ્યું હતું કે, આમ કરવા માટે 183 સાક્ષીઓને ફરીથી બોલાવવા પડશે, જે ખૂબ મુશ્કેલીભર્યું કામ છે. હવે આજની કાર્યવાહી બાદ આ મામલે અંતિમ નિર્ણય ગુરૂવારે લેવાશે.

English summary
Whether Advani & 13 other leaders can be trialed for Babri mosque demolition conspiracy charges, SC to hear tomorrow.
Please Wait while comments are loading...