For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોશિયલ મીડિયાનો દૂરુપયોગ ખતરનાક, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને જારી કરી નોટિસ

સોશિયલ મીડિયાના દૂરુપયોગને રોકવા માટે સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને સોશિયલ મીડિયા માટે દિશાનિર્દેશ કરવા માટે કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

સોશિયલ મીડિયાના દૂરુપયોગને રોકવા માટે સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને સોશિયલ મીડિયા માટે દિશાનિર્દેશ કરવા માટે કહ્યુ છે. કોર્ટે આ વાત એ અરજી પર કહી છે જેમાં આધારને સોશિયલ મીડિયા અકાઉન્ટ સાથે લિંક કરવાની માંગ કરવામાં આવી છે. આ મામલે સુપ્રીમ કોર્ટે આગામી 21 દિવસની અંદર કેન્દ્ર પાસે રિપોર્ટ માંગ્યો છે.

SC

કોર્ટે કહ્યુ, આપણે એમ કહીને છટકી ના શકીએ કે અમારી પાસે ઑનલાઈન ગુનો કરનારાને ટ્રેક કરવાની ટેકનિક નથી, જો આવુ કરવાની ટેકનિક છે તો તેને રોકવાની પણ ટેકનિક છે. સુપ્રીમ કોર્ટે આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રને 24 સપ્ટેમ્બરે ભવિષ્યમાં આધારને સોશિયલ મીડિયા પ્રોફાઈલ સાથે જોડવાની યોજના બનાવવા વિશે સુપ્રીમ કોર્ટને અવગત કરાવવા કહ્યુ હતુ. સુપ્રીમ કોર્ટે ઓગસ્ટમાં મદ્રાસ હાઈકોર્ટને આ મામલે કોઈ પણ નિર્ણય આપવાથી રોકી દીધા હતા જ્યારે ફેસબુકે કેસને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.

મૂળ જનહિત અરજી મદ્રાસ હાઈકોર્ટમાં બે નાગરિકો એન્ટની ક્લેમેન્ટ રુબિન અને જનની કૃષ્ણમૂર્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી જેમણે સોશિયલ મીડિયા અકાઉન્ટ સાથે આધારને જોડવાની માંગ કરી હતી જેના પર તમિલનાડુ સરકારે પણ સંમતિ વ્યક્ત કરી હતી જેથી સોશિયલ મીડિયા પર નકલી સમાચારો પર રોક લગાવી શકાય. વળી, ફેસબુકે એ તર્ક આપતા કહ્યુ કે આધારને સોશિયલ મીડિયા અકાઉન્ટથી જોડવુ યુઝર્સની પ્રાઈવસીનુ ઉલ્લંઘન હશે. સુપ્રીમ કોર્ટે કેસની ગઈ સુનાવણીમાં કહ્યુ હતુ કે નફરત ફેલાવનાર સંદેશા અને નકલી સમાચારોની ઉત્પતિ જાણવા માટે ઑનલાઈન ગોપનીયતાના અધિકાર અને રાજ્યના અધિકાર વચ્ચે સંતુલન શોધવુ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ સંપત્તિ માટે વૃદ્ધ પિતાને કપાતર પુત્રએ અંધારિયા રૂમમાં કર્યા કેદ, રાખ્યા ભૂખ્યા-તરસ્યાઆ પણ વાંચોઃ સંપત્તિ માટે વૃદ્ધ પિતાને કપાતર પુત્રએ અંધારિયા રૂમમાં કર્યા કેદ, રાખ્યા ભૂખ્યા-તરસ્યા

English summary
SC issues notice to Centre on Misuse of social media dangerous
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X