SCની કેન્દ્રને નોટિસ, ગુજરાતને પણ આપો મુંબઇ-દિલ્હીના ભાવે CNG
નવી દિલ્હી, 1 ઓક્ટોબર: ગુજરાત માટે ગઇકાલે દેશની સર્વોચ્ચ અદાલતે મહત્વનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્રની યુપીએ સરકારને નોટીસ ફટકારીને ગુજરાતને પણ દિલ્હી અને મુંબઇના ભાવે સીએનજી આપવા માટેનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશથી ગુજરાતના સીએનજી ગ્રાહકોને 30 ટકાની રાહત થાય તેમ છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એચ.એલ. દત્તુ અને ન્યાયમૂર્તિ એમ.આઈ.ઇકબાલની ખંડપીઠે કેન્દ્ર સરકારને ગુજરાતમાં ઘરેલુ અને વાહનોના વપરાશ માટેના સીએનજી ગેસને દિલ્હી અને મુંબઈના ભાવે આપવા માટે આદેશ કર્યો હતો. ઉપરાંત સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ગુજરાતને નેચરલ ગેસની ફાળવણીમાં ભેદભાવ કરી શકે નહીં. જોકે કોર્ટે તો અહીં સુધી કહીં દીધું કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગુજરાતમાં ભાજપ સરકાર હોવાના કારણે રાજ્ય સાથે આવું ભેદભાવવાળું વળણ દાખવી શકે નહીં.

અત્રે નોંધનીય છે કે 2011માં ધ્રાંગધ્રા પ્રકૃતિ મંડળે ગુજરાત હાઈકોર્ટમાં આ અંગેની એક જાહેર હિતની અરજી કરી હતી કે ગુજરાતને પણ મુંબઇ-દિલ્હીનીના ભાવે નેચરલ ગેસ મળી રહે. 2012માં આ કેસમાં ગુજરાત હાઇકોર્ટના ચૂકાદાને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જોકે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની અરજી ફગાવી દીધી હતી, અને ગુજરાત હાઇકોર્ટના ચૂકાદાને ગ્રાહ્ય રાખ્યો હતો.












Click it and Unblock the Notifications
