યુપીના બધા જ પૂર્વ મુખ્યમંત્રીઓ એ સરકારી ઘર ખાલી કરવા પડશે
સુપ્રીમકોર્ટ ઘ્વારા યુપીના પૂર્વ મુખ્યમંત્રીઓ ના આવાસ અંગે મોટો નિર્ણય કર્યો છે. સુપ્રીમકોર્ટ ઘ્વારા પોતાના આદેશમાં જણાવવામાં આવ્યું કે રાજ્યના બધા જ પૂર્વ મુખ્યમંત્રી સરકારી ઘરો ખાલી કરે.
સુપ્રીમકોર્ટ ઘ્વારા યુપીના પૂર્વ મુખ્યમંત્રીઓ ના આવાસ અંગે મોટો નિર્ણય કર્યો છે. સુપ્રીમકોર્ટ ઘ્વારા પોતાના આદેશમાં જણાવવામાં આવ્યું કે રાજ્યના બધા જ પૂર્વ મુખ્યમંત્રી સરકારી ઘરો ખાલી કરે, જે ઘર તમને સીએમ રહેતા આપવામાં આવ્યા હતા. આ આદેશ પછી પૂર્વ સીએમ કલ્યાણ સિંહ, રાજનાથ સિંહ, માયાવતી, અખિલેશ યાદવને પોતાના સરકારી બંગલા ખાલી કરવા પડશે.
લોકપ્રહરી નામના એનજીઓ ઘ્વારા ઉત્તરપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રીઓને બંગલા આપવાના નિયમને પડકાર્યો હતો. સુપ્રીમકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ કોઈ એક રાજ્યનો નહીં પરંતુ આખા દેશનો મામલો છે. ખરેખર સુપ્રીમકોર્ટ ઘ્વારા યુપીના પૂર્વ મુખ્યમંત્રીઓને સરકારી બંગલા આપવાના પ્રાવધાન પર સુનાવણી કરી હતી.

સુપ્રીમકોર્ટ
સુપ્રીમકોર્ટે આ મામલે વરિષ્ઠ વકીલ ગોપાલ સુબ્રમણિયમને નિયુક્ત કર્યા હતા, જેમને પૂર્વં રાષ્ટ્રપતિ અને પૂર્વ પ્રધાનમંત્રીઓને સરકારી બંગલા આપવાને ખોટું ગણાવ્યું. સુપ્રીમકોર્ટ આ મામલે રાજ્ય અને એટર્ની જનરલ પાસે પક્ષ રાખવા માટે કહી ચૂક્યું છે.

પૂર્વ મુખ્યમંત્રીઓને જીવનભર મફત સરકારી બંગલા
વર્ષ 2016 દરમિયાન ઓગસ્ટ મહિનામાં સુપ્રીમકોર્ટ ઘ્વારા યુપી સરકારે આ આદેશ રદ કરી દીધો હતો. જેનાથી પૂર્વ મુખ્યમંત્રીઓને જીવનભર મફત સરકારી બંગલા આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે એનજીઓ લોકપ્રહરી ઘ્વારા સરકારી આદેશને પડકાર આપવામાં આવ્યો હતો. એનજીઓ ઘ્વારા પોતાની અરજીમાં ઉત્તરપ્રદેશ મિનિસ્ટર સેલરી, એલાઉન્સ અને સુવિધા એક્ટ 1981 નો હવાલો આપવામાં આવ્યો હતો.

15 દિવસની અંદર તેમને સરકારી મકાન ખાલી કરવું પડશે
આ એક્ટના સેક્શન 4 માં જણાવવામાં આવ્યું હતું કે મંત્રી અને મુખ્યમંત્રી પદ પર રહેતા સરકારી આવાસ માટે હકદાર છે. પરંતુ જેવું તેઓ પદ છોડશે તેના 15 દિવસની અંદર તેમને સરકારી મકાન ખાલી કરવું પડશે.












Click it and Unblock the Notifications
