સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં નોંધાયેલા રેપ કેસમાં આસારામબાપુની જામીન અરજી ફગાવી
નવી દિલ્હી, 3 જુલાઇ : આજે સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં નોંધાયેલા રેપ કેસમાં આસારામબાપુની જામીન અરજી ફગાવી દીધી હતી. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે આ બાબતમાં હાઇકોર્ટનો સંપર્ક કરવા પણ સલાહ આપી હતી.
અલબત્ત, સુપ્રીમ કોર્ટે રાજસ્થાનમાં તેમની સામે નોંધાયેલા અન્ય એક બળાત્કાર કેસમાં તેમની જામીન અરજી પર સુનવણી કરવાની અરજી મંજુર રાખી હતી. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે.













Click it and Unblock the Notifications
