For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટે જગન મોહન રેડ્ડીને આપી ફરી નિરાશા

|
Google Oneindia Gujarati News

jaganmohan reddy
નવી દિલ્હી, 9 મે : સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચારના એક મામલામાં જેલમાં બંધ વાઇએસઆર કોંગ્રેસના નેતા જગનમોહન રેડ્ડી જામીન માટેની અરજી ગુરુવારે ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે જગનને મૂક્ત કરવાથી મામલાની તપાસ કરવામાં અડચણ ઉભી થશે.

કોર્ટે જણાવ્યું કે જગનને મૂક્ત કર્યા બાદ તેમની વિરુદ્ધના પુરાવા સાથે છેડછાડ થવાની અને સાક્ષીઓને પ્રભાવિત થવાની સંભાવનાને ટાળી શકાય નહી, માટે તેમને જામીન આપી શકાય નહી. ઉલ્લેખનીય છે કે જગન હાલમાં હૈદરાબાદની જેલમાં બંધ છે.

આ પહેલા સીબીઆઇની એક વિશેષ કોર્ટે વાઇએસ આર કોંગ્રેસ પ્રમુખ વાઇએસ જગનમોહન રેડ્ડીની આવકથી વધારે સંપત્તિ રાખવાના મામલામાં આરોપી વી. વિજય સાઇ રેડ્ડીની બે અરજીઓ બુધવારે રદ કરી દેવામાં આવી હતી.

અરજી દ્વારા આ મામલામાં દાખલ કરવામાં આવેલ બે આરોપ પત્રોમાં આરોપ નક્કી કરવાની કાર્યવાહી પર સ્ટે લાવવાની માંગ કરવામાં આવી હતી. જોકે કોર્ટે આ મામલા દાખલ ચોથા આરોપપત્ર નક્કી કરવાની કાર્યવાહી ટાળવાની અરજી સ્વીકારી લીધી. સીબીઆઇએ અત્યાર સુધી પાંચ આરોપપત્ર દાખલ કર્યા છે.

English summary
Supreme Court rejects YS Jaganmohan Reddy's bail petition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X