સુપ્રીમ કોર્ટે સ્નૂપ ગેટ વિવાદમાં પ્રેમદીપ શર્માની અરજી ફગાવી
નવી દિલ્હી, 12 ઓગસ્ટ : આજે સુપ્રીમ કોર્ટે ગુજરાતના સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રેમદીપ શર્માની અરજી પરનો આદેશ બુધવાર સુધી અનામત રાખ્યો છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંડોવણીવાળા સ્નૂપગેટ વિવાદથી દૂર રહેવાનું વલણ અખત્યાર કર્યું છે.
આ કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહિલા જાસુસી કાંડમાં સુપ્રિમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે આજે મહિલા જાસુસી કાંડથી સબંધિત એક અરજી ફગાવી દીધી છે.

સુપ્રિમ કોર્ટે ગુજરાતના સસ્પેન્ડેડ આઇપીએસ ઓફીસર પ્રદિપ શર્માની અરજી પર સુનાવણી કરતા કોર્ટે જણાવ્યું છે કે તે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર લગાવવામાં આવેલા વ્યકિતગત આરોપોની સુનાવણી નહીં કરે.
પ્રદિપ શર્માએ જાસુસી મામલાની તપાસ સીબીઆઇને સોંપવાની માંગણી કરી હતી. તેમનું કહેવુ હતુ કે તેમની પાસે મોદીને લગતી કેટલીક સંવેદનશીલ માહિતીઓ હતી જેને કારણે બદલાની ભાવનાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે ઇન્વેસ્ટિગેટિવ વેબસાઇટ કોબ્રા પોસ્ટ અને ગુલેલે પોતાના સ્ટિંગ ઓપરેશનમાં કહયું હતું કે મોદીનો જમણો હાથ ગણાતા અમિત શાહે વર્ષ 2009માં એક મહિલાના ગેરકાયદેસર રીતે ફોન ટેપ કરાવ્યા હતા. સાથો સાથ તેમની જાસુસી પણ કરાવવામાં આવી હતી. અમિત શાહે આ બધુ મોદીના કહેવાથી કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
