1993 બોમ્બ બ્લાસ્ટ : આજે SC સંજય દત્તની સમીક્ષા અરજી પર વિચારણા કરશે

આ કેસમાં અન્ય 6 દોષિતોએ પણ આ પ્રકારની જ અરજી કરી છે તે અંગે પણ વિચારણા હાથ ધરવામાં આવશે. અન્ય 6 દોષિતોમાં યુસુફ મોહસિન નલવાલા, ખલિલ અહેમદ સયીદ અલી નાઝિર, મોહમ્મદ દાઉદ યુસુફ ખાન, શેખ આસિફ યુસુફ, મુઝમ્મિલ ઉમર કાદરી અને મોહમ્મદ અહેમદ શેખનો સમાવેશ થાય છે.
સંજય દત્તના આત્મસમર્પણની છેલ્લી તારીખના આગલા દિવસે 17 એપ્રિલે કોર્ટે આ કેસમાં 42 મહિનાઓની સજા અંતર્ગત જેલમાં જવા માટે એક મહિનાની મહોલત આપી હતી. અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને પાકિસ્તાનના આતંકવાદી સંગઠન આઇએસઆઇ સાથે મળીને કરવામાં આવેલા 1993ના બોમ્બે બ્લાસ્ટમાં કોર્ટે 21 માર્ચે આપેલી સજાને અનામત રાખી હતી. જો કે ટાડા કોર્ટે સંભળાવેલી 6 વર્ષની સજાને ઘટાડીને કોર્ટે 5 વર્ષની કરી આપી હતી. કોર્ટે સંજય દત્તના ગુનાને ગંભીર ગણ્યો હતો.
ટાડા કોર્ટે સંજય દત્તને 9 એમએમની પિસ્તોલ અને એ કે 56 રાયફલ ગેરકાયદેસર રીતે રાખવા અને તેને સિરિયલ બ્લાસ્ટમાં જેમાં 257 લોકો માર્યા ગયા હતા અને 700 લોકો ઘવાયા હતા, તેના માટે ભાગ રૂપે રાખવાને ગુનો ગણ્યો હતો.












Click it and Unblock the Notifications
