For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Anil Deshmukh Row: SC આજે કરશે પરમબીર સિંહની અરજી પર સુનાવણી, દેશમુખ સામે CBIની માંગ

આઈપીએસ પરમબીર સિંહની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ હાલમાં મહારાષ્ટ્રમાં પરમબીર સિંહના લેટરથી ભૂકંપથી આવેલો છે જે બાદ મહારાષ્ટ્રની શિવસેના સરકાર સવાલોમાં ઘેરાઈ ગઈ છે અને વિપક્ષ આ મુદ્દે જોરદાર તેના પર નિશાન સાધી રહ્યુ છે. વળી, આઈપીએસ પરમબીર સિંહની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. તમને જણાવી દઈએ કે મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીરે અનિલ દેશમુખ પર પોતાના આરોપીની સીબીઆઈ તપાસની માંગ અને ખુદને પોલિસ કમિશ્નરના પદેથી ટ્રાન્સફર કરવાની અધિસૂચના પર રોકની માંગ કરી છે. આ મામલાની સુનાવણી જસ્ટીસ સંજય કિશન કૌલ અને આર સુભાષ રેડ્ડીની બેંચ કરવાની છે.

param

તમને જણાવી દઈએ કે મુંબઈના કમિશ્નર પદેથી હટાવાયા બાદ પરમબીર સિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોપ લગાવીને કહ્યુ હતુ કે તેમણે કેસમાં આરોપી બનાવવામાં આવેલ સચિન વાઝે પાસેથી દર મહિને 100 કરોડ વસૂલવા માટે કહ્યુ હતુ. એટલુ જ નહિ પરમબીર સિંહે એ પણ કહ્યુ છે કે મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક રાખવા માટે ધરપકડ કરાયેલ પોલિસ અધિકારી સચિન વાઝે સીધા ગૃહમંત્રી અનિલ દેશમુખના સંપર્કમાં હતા, બંનેની ફેબ્રુઆરીમાં દેશમુખના જ ઘરે મીટિંગ થઈ હતી.

અનિલ દેશમુખે કહ્યુ - બધુ ખોટુ છે

જ્યારે ગૃહમંત્રી અનિલ દેશમુખે પોતાના ઉપર લગાવવામાં આવેલ બધા આરોપો ખોટા ગણાવ્યા છે અને કહ્યુ છે કે પરમબીર સિંહ ખુદ એંટિલિયા અને મનસુખ હિરેન કેસમાં ફસાઈ રહ્યા છે. એવામાં ખુદને બચાવવા માટે મારી ઉપર કીચડ ઉછાળી રહ્યા છે. દેશમુખે ટ્વિટ કરીને કહ્યુ કે તપાસ જેમ-જેમ આગળ જશે, એ પણ ખબર પડી જશે કે કોણ સાચુ છે અને કોણ ખોટુ છે. આ બધુ મને બદનામ કરવા અને મહાગઠબંધન સરકારને બદનામ કરાવાનુ ષડયંત્ર છે. મુખ્યમંત્રીએ તેમના દ્વારા લગાવવામમાં આવેલ આરોપોની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. પરમબીર સિંહે પોતાના આરોપોને સાબિત કરવા જોઈએ. હું તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરુ છુ.

વસૂલી અઘાડીની રાજકીય દિશા શું છે?

આ કેસમાં મંગળવારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એક પ્રેસ કૉન્ફરન્સ કરી છે જેમાં તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રમાં હાલમાં જે થઈ રહ્યુ તે વિકાસ નહિ પરંતુ વસૂલી છે. ભારતના ઈતિહાસમાં આ પહેલી વાર થયુ કે કોઈ પોલિસ કમિશ્નરે લખ્યુ કે રાજ્યના ગૃહમંત્રીએ મુંબઈથી 100 કરોડ રૂપિયા મહિને વસૂલીને ટાર્ગેટ નક્કી કર્યો છે. જ્યારે એક મંત્રીનો ટાર્ગેટ 100 કરોડ રૂપિયા છે તો વિચારો કે મંત્રીઓનો કેટલો હશે, વસૂલી અઘાડીની રાજકીય દિશા શું છે? શરદ પવાર રાજકીય સાખ પસંદ કરે છે પરંતુ કઈ મજબૂરીમાં તે અનિલ દેશમુખનુ સમર્થન કરી રહ્યા છે, સરકારે જવાબ આપવો જ પડશે, તે ચૂપ નહિ રહી શકે.

English summary
SC to hear former Mumbai Police Commissioner Param Bir Singh’s plea today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X