For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'રોજ પોતાના સ્પર્મને બરબાદ ન કરો, નહિતર...', રિસર્ચ બાદ વૈજ્ઞાનિકોએ પુરુષોને આપી ગંભીર ચેતવણી

હાલના સમયમાં લોકોની નબળી જીવનશૈલીને કારણે સંતાન પ્રાપ્ત કરવુ મુશ્કેલ બની રહ્યુ છે. હાલના એક સંશોધનમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ માનવીઓ માટે પ્રજનન એ સૌથી મહત્વની બાબત છે પરંતુ હાલના સમયમાં લોકોની નબળી જીવનશૈલીને કારણે સંતાન પ્રાપ્ત કરવુ મુશ્કેલ બની રહ્યુ છે. આ સમસ્યાનો સૌથી વધુ ભોગ પુરુષો બની રહ્યા છે. તાજેતરમાં કસ્તુરબા મેડિકલ કોલેજ, MAHE-મણિપાલ અને યુનિવર્સિટી ઓફ મ્યુએન્સ્ટર, જર્મનીના નિષ્ણાતોએ સંશોધન કર્યુ. જેમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. (ફોટો-સાંકેતિક)

ઈજેક્યુલેશન પર થયુ રિસર્ચ

ઈજેક્યુલેશન પર થયુ રિસર્ચ

રિસર્ચ મુજબ પુરુષોની ખોટી આદતોના કારણે બાળકોને જન્મ આપવામાં મુશ્કેલી થાય છે. આ સમસ્યા વધતી ઉંમર સાથે વધતી જાય છે. આ કારણે જર્મનીના ફર્ટિલિટી નિષ્ણાતોની ટીમે શુક્રાણુની ગુણવત્તા અને સ્ખલન વચ્ચેનો સંબંધ જાણવાનો પ્રયાસ કર્યો. પછી તેને અમેરિકન સોસાયટી ઑફ એન્ડ્રોલૉજી અને યુરોપિયન એકેડેમી ઑફ એન્ડ્રોલૉજીના સત્તાવાર જર્નલ 'એન્ડ્રોલૉજી'માં પ્રકાશિત કર્યું.

આટલો ગેપ જરૂરી

આટલો ગેપ જરૂરી

સંશોધનમાં શામેલ નિષ્ણાતોએ જણાવ્યુ કે તેઓએ તેમાં 10 હજાર પુરુષોને શામેલ કર્યા હતા. આ પછી તેમના બે સ્ખલન વચ્ચેના અંતર અને શુક્રાણુની ગુણવત્તાની તપાસ કરવામાં આવી. તેમણે કહ્યુ કે જો તમારે પિતા બનવુ હોય તો તમારે સરેરાશ ગુણવત્તાવાળા શુક્રાણુઓ જોઈએ. આ માટે બે સ્ખલન વચ્ચે બે દિવસનુ અંતર રાખવુ જોઈએ. જો કોઈ વ્યક્તિના વીર્યની ગુણવત્તા ખૂબ જ નબળી હોય તો તેણે બે સ્ખલન વચ્ચે 6થી 15 દિવસનુ અંતર રાખવુ જોઈએ.

પુરુષો પણ સમાન રીતે જવાબદાર

પુરુષો પણ સમાન રીતે જવાબદાર

આ મામલે મણિપાલ એકેડેમી ઑફ હાયર એજ્યુકેશનના વાઇસ ચાન્સેલર લેફ્ટનન્ટ જનરલ (ડૉ.) વેંકટેશે જણાવ્યુ હતુ કે ભારતમાં જ્યારે પણ કોઈ દંપતીને બાળક ન થાય તો મહિલાને જવાબદાર ગણવામાં આવે છે પરંતુ આ ધારણા સંપૂર્ણપણે ખોટી છે. આ માટે પુરુષો પણ 50 ટકા જવાબદાર છે. આમાં સૌથી મોટુ કારણ નબળી ગુણવત્તાવાળા શુક્રાણુઓ છે.

આપી આ ચેતવણી

આપી આ ચેતવણી

અભ્યાસ મુજબ જ્યારે બાળકોનો જન્મ નથી થતો ત્યારે પુરુષો તેમની ખામીઓને નજરઅંદાજ કરે છે. ઘણા કિસ્સામાં એવુ જોવા મળ્યુ છે કે તેઓ સારવાર માટે પણ જતા નથી. આવી સ્થિતિમાં તેમને ચેતવણી આપવામાં આવે છે કે દરરોજ શુક્રાણુનો બગાડ ન કરવો જોઈએ નહીં તો બાળકો પેદા કરવામાં ઘણી મુશ્કેલી થશે.

English summary
Scientists research on male infertility gave this warning
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X