બેંગ્લોરમાં ન્યુ એરપોર્ટ નજીક વધુ એક બોમ્બ બ્લાસ્ટ

બેંગ્લોર, 17 એપ્રિલ: બેંગલોર ખાતે બુધવારે સવારે ભાજપનાની બહાર એક ધડાકો થયો છે. આ ધડાકામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ધડાકો થતા જ બેંગલુરૂમાં અફરા-તફરી મચી ગઈ છે.

બેંગ્લોર પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે મલ્લેશ્વરમમાં થયેલા બ્લાસ્ટમાં બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બોમ્બ બ્લાસ્ટમાં 8 પોલીસકર્મીઓ સહિત 15 લોકોને ઇજા પહોંચી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા 2 લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2013 માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે અને તેથી જ ભાજપની ઑફિસમાં કાર્યકરો મોટી સંખ્યામાં હાજર હતાં. દરમિયાન જોરદાર બૉમ્બ ધડાકો થયો અને તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તેમજ પંદરથી વધુ વ્યક્તિઓને ઈજા પહોંચી છે. ત્રણ ગાડીઓ પણ બળી ગઈ છે.

ત્યારે બેંગ્લોરના ન્યૂર એરપોર્ટ સ્થિત હૈબ્બલા વિસ્તારમાં વધુ એક બોમ્બ બ્લાસ્ટ થયો હોવાન અહેવાલ મળ્યા છે. એક સમાચાર ચેનલના જણાવ્યા અનુસાર આ ધમાકો મલ્લેશ્વરમ સ્થિત ભાજપના કાર્યાલય પાસે થયેલા બ્લાસ્ટથી દસ કિલોમીટર દૂર થયો છે. હજુ સુધી પોલીસે ધમાકાની સૂચનાની પુષ્ટી થઇ નથી. ધમાકાથી કોઇ નુકસાન થયું નથી. જો કે આ અંગે જાણ મળી નથી.

દેશના ગૃહ રાજ્યમંત્રી આરપીએન સિંહે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેમને કર્ણાટક પોલીસને કેન્દ્રથી મદદ માંગવાની માંગણી કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X