For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એજન્સીઓએ કેન્દ્ર સરકારને કરી એલર્ટ, ભારતમાં આતંકી હુમલો કરી શકે છે જૈશ-એ-મોહમ્મદ

કેન્દ્ર સરકારને ઘણી એજન્સીઓએ એલર્ટ કરી છે કે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મહ ભારતમાં આતંકી હુમલાને અંજામ આપી શકે છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારને ઘણી એજન્સીઓએ એલર્ટ કરી છે કે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મહ ભારતમાં આતંકી હુમલાને અંજામ આપી શકે છે. જ્યાં છેલ્લા 10 દિવસોથી અયોધ્યા કેસ માટે બધી રાજ્ય સરકારોને પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યુ છે. ત્યાં બીજી તરફ ડાર્ક વેબથી જૈશના સંભવિત હુમલાના સંદેશ મળી રહ્યા છે.

સંભવિત હુમલા માટે એલર્ટ

સંભવિત હુમલા માટે એલર્ટ

આ વાતની માહિતી ઓળખ છતી ન કરવાની શરત પર એક વરિષ્ઠ અધિકારીએ આપી છે. અધિકારીએ કહ્યુ છે કે સૌથી જરૂર વાત એ છે કે ઘણી એજન્સીઓ જેવી કે મિલિટ્રી ઈન્ટેલીજન્સ, ધ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ) અને ઈન્ટેલીજન્સ બ્યુરો (આઈબી) એ સરકારને સંભવિત હુમલા માટે એલર્ટ જારી કર્યુ છે.

દરેક એજન્સી એક જ નિષ્કર્ષ પર પહોંચી

દરેક એજન્સી એક જ નિષ્કર્ષ પર પહોંચી

અધિકારીએ કહ્યુ, આ ખતરાની ગંભીરતાને દર્શાવે છે. ‘આમાંથી પ્રત્યેક એજન્સી વ્યક્તિગત રીતે એક જ નિષ્કર્ષ પર પહોંચી છે.' તેમણે કહ્યુ કે છેલ્લા 10 દિવસોથી સુરક્ષા અંગે ઘણી સૂચનાઓ મળી રહી હતી. એવામાં નક્કી હતુ કે ચુકાદો કોઈ પણ સમયે આવી શકે છે. એક અન્ય વરિષ્ઠ અધિકારીએ ઓળખ ન જણાવવાની શરતે જણાવ્યુ કે મહત્વપૂર્ રીતે ‘ડાર્ક વેબ'ના માધ્યથી ભણા સંચાર ‘એન્ક્રિપ્ટેડ' અને ‘કોડિત' હોય છે જે સુરક્ષા એજન્સીઓના કામને ઘણુ મુશ્કેલ બનાવી શકે છે.

આ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદા પર આવ્યુ સલમાનના પિતાનુ નિવેદન, મુસ્લિમોને આપી સલાહ, પીએમ માટે કહી આ વાતઆ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદા પર આવ્યુ સલમાનના પિતાનુ નિવેદન, મુસ્લિમોને આપી સલાહ, પીએમ માટે કહી આ વાત

ક્યાં થઈ શકે છે હુમલો?

ક્યાં થઈ શકે છે હુમલો?

તેમણે કહ્યુ કે અયોધ્યા પર આવેલા ચુકાદા પબાદ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન આતંકી હુમલાને અંજામ આપી શકે છે. તેમનો હેતુ દેશમાં સાંપ્રદાયિક રીતે હિંસા ફેલાવવાનો છે. સંભવિત ખતરાનો મુકાબલો કરવા માટે ઉપાય શરૂ કરી દેવામાં આવ્યા છે. મળેલી સૂચનાનુ વિશ્લેષણ કરવા પર માલુમ થયુ છે કે ઉત્તર પ્રદેશ, દિલ્લી કે પછી હિમાચલ પ્રદેશને નિશાન બનાવવામાં આવી શકે છે. 5 ઓગસ્ટ બાદથી બધી સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. એ દિવસે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને હટાવી દેવામાં આવી હતી.

શું છે અયોધ્યા ચુકાદો?

શું છે અયોધ્યા ચુકાદો?

સુપ્રીમ કોર્ટે રામલલ્લા વિરાજમાનના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો છે. નિર્મોહી અખાડાના દાવાને ફગાવીને સુપ્રીમ કોર્ટે રામલલ્લા વિરાજમાન અને સુન્ની વકફ બોર્ડને જ પક્ષકાર માન્યા છે. કોર્ટે ઈલાહાબાદ હાઈકોર્ટના ચુકાદે અતાર્કિક ગણાવી દીધો. કોર્ટે કહ્યુ કે સુન્ની વકફ બોર્ડ બીજે ક્યાંક 5 એકર જમીન આપવામાં આવે. આ સાથે કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યા છે કે તે મંદિર નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટ બનાવે. આમાં નિર્મોહી અખાડાને પણ પ્રતિનિધિત્વ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

English summary
security agencies warn central government about terror attack by jaish e mohammad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X