For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્કૂલ પર દેશદ્રોહનો કેસ, પોલીસે બાળકોને પૂછ્યા સવાલ

સ્કૂલ પર દેશદ્રોહનો કેસ, પોલીસે બાળકોને પૂછ્યા સવાલ

|
Google Oneindia Gujarati News

બીદરઃ કર્ણાટકના બીદરમાં એક સ્કૂલ અને તેના પ્રબંધન વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાયો છે. આ મામલે પોલીસે બે મહિલાની ધરપકડ કરી છે. જેમાં 9 વર્ષની એક બાળકીની મા નજુમુન્નિસા અને બીજી મહિલા સ્કૂલની પ્રિન્સિપલ ફરીદા બેગમ છે. 9 વર્ષની આ બાળકી રડવા લાગી જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેની મા ક્યાં છે. નજુમુન્નિસા પર આરોપ છે કે તેણે ક્લાસમાં વિદ્યાર્થીઓ પાસે સીએએ વિરુદ્ધ નાટકનું મંચન કરાવ્યું, જેમાં પીએમ મોદીને અપમાનિત કરવામાં આવ્યા હતા. જ્યારે આ મામલે બાળકોની પૂછપરછનો મામલો પણ ચર્ચામાં છે.

દેશદ્રોહના મામલે સ્કૂલના પ્રિન્સિપાલ સહિત 2ની ધરપકડ

દેશદ્રોહના મામલે સ્કૂલના પ્રિન્સિપાલ સહિત 2ની ધરપકડ

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પ્રિન્સિપલની ધરપકડ બાદ પોલીસ દરરોજ શાહીન ઉર્દૂ સ્કૂલમાં આવી રહી છે. પોલીસે એ ચપ્પલ પણ જપ્ત કરી લીધી છે જે દેખાડીને નાટકમાં કહેવામાં આવ્યું હતું કે, 'કાગળ માંગશો તો જૂતાં મારશુ'. બીદર જેલમાં બંધ 9 વર્ષના બાળકની મા નજુમુન્નિસાએ કહ્યું કે તેને નાગરિકતા સંશોધન એક્ટ અને એનઆરસી વિશે વધુ જાણકારી નથી. તેમણે કહ્યું કે આ કાનૂન વિશે એકવાર મેં ટીવીમાં સાંભળ્યું હતું. નજુમુન્નિસાની દીકરી સહિત 6 લોકોને એક નાટક માટે પસંદ કરવામાં આવ્યા હતા.

'નજુમુન્નિસાએ શું તૈયાર કર્યું, ખબર નથી'

'નજુમુન્નિસાએ શું તૈયાર કર્યું, ખબર નથી'

નજુમુન્નિસાએ કહ્યું કે તેમની 9 વર્ષની દીકરીએ ટીવી પર જે સાંભળ્યું તે જ નાટકમાં બોલવાનો નિર્ણય લીધો. આ નાટક માટે ઘરે પણ કેટલીયવાર પ્રેક્ટિસ કરવામાં આવી. જ્યારે પોલીસનું કહેવું છે કે ધોરણ 5ની વિદ્યાર્થિનીના નિવેદનના આધારે નજુમુન્નિસાની ધરપકડ કરવામાં આવી છે, જેમાં તેણે કહ્યું હતું કે તેની માતાએ આખી સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. બાળકીએ કહ્યું હતું કે માએ જ નાટકમાં જૂતે મારેંગે બોલવા માટે કહ્યું હતું. બીજી તરફ પ્રિન્સિપલ ફરીદા બેગમનું કહેવું છે કે નાટકમાં બાળકો શું કહેવાના છે તે એમને ખબર નહોતી. તેમણે કહ્યું કે નજુમુન્નિસાએ શું તૈયાર કર્યું હતું તેની જાણકારી નથી.

સ્કૂલ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાયો

સ્કૂલ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાયો

શાહીન ગ્રુપના સ્કૂલના બાળકોએ નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધ એક નાટકનું મંચન કર્યું હતું, જેમાં કથિત રીતે પ્રધાનમંત્રી મોદીને અપમાનિત કરવામાં આવ્યા હતા. સામાજિક કાર્યકર્તા નીલેશ રક્ષ્યાલની ફરિયાદ પર પોલીસે સ્કૂલ અને તેના મેનેજમેન્ટ વિરુદ્ધ મામલો નોંધી લીધો હતો. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું કે નાટકમાં નાના-નાના બાળકો એવા પ્રકારે વાતો કરતા જોવા મળ્યા કે સીએએ-એનઆરસી લાગૂ થવાથી મુસલમાનોને દેશથી બહાર કાઢી મૂકવામાં આવશે. આ નાટકમાં એક બાળકી પોતાની વાત કરતા પીએમ મોદી વિરુદ્ધ અસભ્ય ભાષા બોલતી જોવા મળી. આ નાટકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

સંસદમાં પહેલીવાર ગૃહ મંત્રાલયનું એલાન, દેશમાં NRC પર હજી કોઈ ફેસલો નથી લેવાયોસંસદમાં પહેલીવાર ગૃહ મંત્રાલયનું એલાન, દેશમાં NRC પર હજી કોઈ ફેસલો નથી લેવાયો

English summary
sedition case registered against bidar school in karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X