• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  સેક્સ્યૂઅલ ફેવર બદલ થઈ શકે 7 વર્ષની જેલ, જાણો શું છે આ કાયદો

  |

  કોઈને ખુશ કરવા માટે કે પછી ખુદના કામ કઢાવવા માટે સેક્સ્યૂઅલ ફેવરની માગણી કરવી કે આપવી મોંઘી પડી શકે છે. હવે આવી ફેવર કે માગણીને એન્ટી કરપ્શન લૉ અંતર્ગત સમાવિષ્ટ કરવામાં આવી છે. રવિવારે એક સિનિયર ગવર્નમેન્ટ અધિકારીએ જણાવ્યા મુજબ હવે સેક્સ્યૂઅલ ફેવરની માગણી કરવી એક પ્રકારની લાંચ જ હોવાથી તે ગુનો ગણાશે.

  anti-corruption law

  અધિકારીએ જણાવ્યા મુજબ કોર્પોરેટ હાઉસિસમાં 'ગ્રેટિફિકેશન' એટલે કે કોઈને ખુશ કરવા માટે કાયદેસરના મહેનતાણા સિવાય કીમતી ક્લબ મેમ્બરશીપ કે પછી હોસ્પિટાલિટી, ટૂર વગેરે જેવી ભેટને પણ આ કાયદા અંતર્ગત સમાવવામાં આવેલ છે. ગ્રેટિફિકેશન શબ્દ હવે નાણાકીય સહાય પૂરતો જ સિમિત નથી રહ્યો. જુલાઈમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી મળેલી મંજૂરી બાદ કેન્દ્ર સરકારે આ કાયદો અમલમાં મૂક્યો હતો.

  અધિકારીએ જણાવ્યું કે સુધારેલા કાયદા અંતર્ગત હવે સેક્સ્યૂઅલ ફેવરની માગણી કે ઑફર, કર્મચારી કે તેના મિત્રો-પરિજનોને મોંઘીદાટ ક્લબની મેમ્બરશીપ સહિતની લાંચ આપવા બદલ CBI જેવી એજન્સીઓ દ્વારા કેસ દાખલ કરવામાં આવશે. ઉપરાંત આ કાયદા અંતર્ગત આરોપીને 7 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ પણ કરવામાં આવેલ છે.

  અગાઉ આવા ભ્રષ્ટાચારને નાથવા માટે કોઈપણ પ્રકારનો કાયદો ન હતો. સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ જી. વેંકટેશ રાવે કહ્યું કે, ટર્મ 'અન્ડર એડવાન્ટેજ' મતલબ કે મોંઘી ગિફ્ટ, ફ્રી હૉલિડે ટિકિટ, સ્ટે કે એરલાઈનનું ભાડું વગેરે જેવી કોઈપણ બિન-નાણાકીય સહાય. ઉપરાંત કોઈ અન્ય પાર્ટી માટે ગુડ્ઝ કે સર્વિસનુ પેમેન્ટ કરવું પણ કાયદાની વિરુદ્ધ છે. ત્યારે કોઈ કોમર્શિયલ એન્ટિટિ માટે ખરીદવામાં આવનાર પ્રોપર્ટીનું ડાઉન પેમેન્ટ કરવું સહિતની સહાય કરવા બદલ પણ સજા થશે.

  પ્રાઈવેટ સેક્ટરમાં ગ્રાફ્ટ અને લાંચની વ્યખ્યા વિસ્તૃત કરવાના ઉદ્દેશ્ય સાથે પાંચ વર્ષ પહેલા સરકારે ભ્રષ્ટાચાર અટકાયત (સુધારો) બિલ 2013 દાખલ કર્યું હતું. જે અંતર્ગત નાણાકીય કે અન્ય કોઈપણ પ્રકારની લાંચ રૂસ્વતને વ્યાખ્યાયિત કરવાનો ઉદ્દેશ્ય હતો. 2015માં કેટલાક અધિકારીઓએ સુધારામાં 'અનડ્યૂ એડવાન્ટેજ'ની સાથે 'ફાઈનાન્સિયલ કે અન્ય એડવાન્ટેજ' ટર્મને રિપ્લેસ કર્યો.

  ફેબ્રુઆરી 2015માં લૉ કમિશનના રિપોર્ટમાં સૂચવ્યું હતું કે ડ્યૂ અને અનડ્યૂ ફાઈનાન્સિયલ કે અન્ય એડવાન્ટેજ વચ્ચે તફાવત હોવો જોઈએ, જે બાદ સત્તાવાર સુધારો હટાવવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચાર અટકાયત (સુધારા) બિલ 2013 પરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સૂચિત આ સુધારો ભ્રષ્ટાચારને સંકુચિત કરશે. જો કે કમિટિએ નોંધ્યું કે લૉ કમિશને પોતાના 254મા રિપોર્ટ (ફેબ્રુઆરી 2015)માં સમિકરણ 'અનડ્યૂ એડવાન્ટેજ'ને પીસી એક્ટમાં લાવવાનું સૂચિત કર્યું છે. પીસી એક્ટ 1988ના સેક્શન 2 અંતર્ગત સૂચવેલા ઉપરોક્ત સુધારાનું કમિટિએ સમર્થન કર્યું.

  વધુમાં કમિટિએ કહ્યું કે આવા પ્રકારના કોય પણ પ્રલોભનો આપવા અને પબ્લિક સર્વન્ટને હેરાન કરવા બદલ આરોપીની ધરપકડ પણ થઈ શકે છે. રાવ મુજબ કોઈપણ પ્રકારના ગેરકાયદેસર ગ્રેટિફિકેશનને ભ્રષ્ટાચારમાં સમાવિષ્ટ કરવાના ઉદ્દેશ્ય સાથે ભ્રષ્ટાચાર અટકાયત (સુધારા) એક્ટ, 2018 ઘડવામાં આવ્યો છે. યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ અગાઉ 'અન્ડ્યૂ એડવાન્ટેજ' સમિકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને ભારતે 2011માં બહાલી આપી. જો કે રાવે વધુમાં કહ્યું કે કોર્ટમાં વ્યક્તિગત ઉદાહરણ પર કાયદો લાગુ કરવા માટે ટર્મની સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવાની જરૂર પડશે.

  લિગલ એક્સપર્ટ સિમરનજીત સિંહે કહ્યું કે અધિનિયમમાં સુધારાની પરિણામસ્વરૂપ અસરથી અનડ્યૂ એડવાન્ટેજ ટર્મના ખંડનમાં વધારો થશે. તેમણે કહ્યું કે છતાં તપાસ એજન્સીઓ દ્વારા કોઈપણ પ્રકારનો દુરુપયોગ ન કરવામાં આવે તેની ખાતરી કરવી પડશે. દિલ્હીના લૉ ફર્મ અથેના લિગલના પ્રિન્સિપાલે જણાવ્યું કે, આ ટર્મ દ્વારા કોઈ સંદિગ્ધતાની ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરવાની ખતરી કરી શકાય છે. આ પણ વાંચો- પેટ્રોલ પંપે પાણી ભેળવીને પેટ્રોલ વેચ્યું, લોકોએ હંગામો કર્યો

  English summary
  Seeking, accepting sexual favours 'punishable' under new anti-corruption law

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more