For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24મી જાન્યુઆરીએ સિલેક્શન પેનલની બેઠક, નવા સીબીઆઈ ચીફનો ફેસલો થશે

24મી જાન્યુઆરીએ સિલેક્શન પેનલની બેઠક, નવા સીબીઆઈ ચીફનો ફેસલો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સીબીઆઈ ચીફના પદ પરથી આલોક વર્માને હટાવ્યા બાદ હવે નવા સીબીઆઈ પ્રમુખ કોણ હશે તેને લઈ અંદાજો લગાવવો શરૂ થઈ ગયો છે. નવા સીબીઆઈ પ્રમુખની નિયુક્તિને લઈ 24મી જાન્યુઆરીએ સિલેક્શન પેનલની બેઠક થશે. જેમાં નવા સીબીઆઈ પ્રમુખના નામ પર મોહર લાગી શકે છે. હાલ એમ નાગેશ્વર રાવને ઈન્ટર્ન નિદેશક બનાવવામાં આવ્યા છે.

CBI

જણાવી દઈએ કે આલોક વર્મા પર આરોપ લાગ્યા બાદ પીએમ મોદીની આગેવાનીવાળી ઉચ્ચ સ્તરીય સિલેક્શન કમિટીએ તેમને સીબીઆઈના નિદેશક પદેથી હટાવી દીધા હતા. ત્રણ સભ્યોવાળી કમિટીએ ભ્રષ્ટાચારના આરોપો પર આલોક વર્માને સીબીઆઈના ડિરેક્ટર પદ પરથી હટાવવાનો ફેસલો 2-1થી લીધો હતો. જે બાદ એમ નાગેશ્વર રાવને સીબીઆઈના ઈન્ટર્ન નિદેશક નિયુક્ત કરી દેવામાં આવ્યા હતા.

જ્યારે નાગેશ્વર રાવની નિયુક્તિને લઈ રાજકારણ ગરમાયું હતું. NGO કૉમન કૉઝે પ્રશાંત ભૂષણ દ્વારા આ નિયુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેના પર સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયા થઈ ગઈ છે અને આગામી અઠવાડિયે આના પર સુનાવણી થશે. NGO કૉમન કોઝે વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી એમ નાગેશ્વર રાવની નિયુક્તિ પર સવાલ ઉઠાવ્યા.

આ પણ વાંચો- વાઈબ્રન્ટ ગુજરાત સમિટઃ રાજ્ય સરકારે અનિલ અંબાણી અને પાકિસ્તાનનું પત્તુ કાપ્યુ

English summary
Selection Panel to meet on January 24 to decide on new CBI director
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X