For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘અમૃતસર બ્લાસ્ટમાં ઉપયોગ કરાયેલ ગ્રેનેડમાં પાકિસ્તાની હસ્તાક્ષર': પંજાબ સીએમ

પંજાબના અમૃતસર સ્થિત અદિલવાલ ગામ પાસે નિરંકારી સમાગમમાં જે રીતે બ્લાસ્ટ થયો, ત્યારબાદ આ હુમલા વિશે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મોટો ખુલાસો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પંજાબના અમૃતસર સ્થિત અદિલવાલ ગામ પાસે નિરંકારી સમાગમમાં જે રીતે બ્લાસ્ટ થયો, ત્યારબાદ આ હુમલા વિશે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મોટો ખુલાસો કર્યો છે. અમરિંદર સિંહે જણાવ્યુ કે પ્રારંભિક તપાસમાં એ વાત સામે આવી છે કે જે ગ્રેનેડ આ હુમલામાં ઉપયોગ કરવામાં આવ્યો છે તે પાકિસ્તાનની હથિયારની ફેક્ટરીમાં બનતા ગ્રેનેડથી મળતો આવે છે. આના પર પાકિસ્તાની દસ્તાક્ષર મળ્યા છે. તમને જણાવી દઈએ કે રવિવારે નિરંકારી સ્થળ પર આતંકવાદી હુમલો થયો હતો જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ પ્રદૂષણે જિંદગીના ઘટાડ્યા 10 વર્ષ, શોધમાં થયો ચોંકાવનારો ખુલાસોઆ પણ વાંચોઃ પ્રદૂષણે જિંદગીના ઘટાડ્યા 10 વર્ષ, શોધમાં થયો ચોંકાવનારો ખુલાસો

પાકિસ્તાનનો હોઈ શકે છે હાથ

પાકિસ્તાનનો હોઈ શકે છે હાથ

પંજાબ પોલિસે જે ગ્રેનેડ મળી આવ્યા છે તે એચજી-84 ગ્રેનેડ છે કે જે ગયા મહિને મળી આવેલા ગ્રેનેડ જેવા છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે આનાથી એ વાતનો ઈશારો મળે છે કે આ હુમલામાં સીમા પારના લોકોના શામેલ થવાની સંભાવના છે. પ્રારંભિક તપાસમાં એ વાત સામે આવી છે કે આ અલગાવવાદી આતંકીઓનું કામ છે કે જે આઈએસઆઈ સમર્થિત ખાલિસ્તાની આતંકી છે કે પછી કાશ્મીરના આતંકી જૂથનો આ હુમલા પાછળ હાથ હોઈ શકે છે.

1978 સાથે ના જોડો

1978 સાથે ના જોડો

જો કે અમરિંદર સિંહે લોકોને કહ્યુ છે કે તે આ હુમલાને નિરંકારી-સિખ વચ્ચે વૈશાખીના દિવસે 1978માં થયેલા હુમલાથી ના જોડો જેમાં 13 શીખોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ પંજાબમાં આતંકવાદને પ્રોત્સાહન મળ્યુ હતુ. તેમણે કહ્યુ કે 1978માં નિરંકારી તણાવ ધાર્મિક કારણોસર થયો હતો જ્યારે આ વખતે થયેલો હુમલો સ્પષ્ટ દેખાય છે કે આની પાછળ આતંકવાદ છે માટે આને 1978ના હુમલાથી ન જોડવો જોઈએ. આ હુમલાના લોકો વચ્ચે ભય પેદા કરવા માટે કરવામાં આવ્યો છે આની પાછળ ધર્મને કોઈ લેવાદેવા નથી.

પંજાબમાં તણાવ વધારવા માંગે છે આતંકવાદીઓ

પંજાબમાં તણાવ વધારવા માંગે છે આતંકવાદીઓ

એજન્સીઓ માનીએ તો ખાલિસ્તાની અને કાશ્મીરી આતંકી પંજાબમાં તણાવી વધારવા ઈચ્છે છે. પંજાબની સીમા 553 કિલોમીટર સુધી પાકિસ્તાનની સીમા સાથે જોડાયેલો છે પંજાબ પોલિસ ઈન્ટેલીજન્સના સૂત્રો મુજબ જે રીતે કાશ્મીરમાં પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈએ આતંકવાદીઓને હેન્ડ ગ્રેનેડ હુમલા માટે તૈયાર કર્યા અને ઘણા પ્રકારના હુમલા થયા. તે જ રીતે અમૃતસરમાં પણ હુમલો કરવામાં આવ્યો. આઈએસઆઈ પંજાબમાં ખાલિસ્તાનીઓની મદદ કરી આતંક ફેલાવવા ઈચ્છે છે.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ શોપિયાંમાં આતંકી સાથે અથડામણમાં 2 આતંકી ઠાર, 1 જવાન શહીદઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ શોપિયાંમાં આતંકી સાથે અથડામણમાં 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ

English summary
Sensational revelation by Punjab CM Amrinder Singh in Amritsar blast Pakistan may be behind it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X