Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પુંછ સેક્ટરમાં આતંકીઓ સાથે અથડામણ, એક જવાન શહીદ

પુંછ સેક્ટરમાં આતંકીઓ સાથે અથડામણ, એક જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના પુંછ સેક્ટરમાં આતંકવાદીઓએ ફરી હુમલો કર્યો. સિક્યુરિટી ફોર્સ અને આતંકીઓ વચ્ચે હાલ ફાયરિંગ શરૂ છે. હુમલાના પગલે એક પોલીસ જવાન શહીદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. એક આતંકવાદીને જીવતો પકડી લેવામાં આવ્યો છે.

મુકેશ અને નિતા અંબાણીએ લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં

મુકેશ અને નિતા અંબાણીએ લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાની પત્ની સાથે લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં. ગણોશોત્સવ નિમિત્તે પુત્ર અનંત અંબાણી પણ તેમની સાથે જ હતો. મુંબઇના લાલબાગચા રાજના દર્શન કરી ત્રણેયે આશિર્વાદ મેળવ્યા હતા.

પોતાના અંતિમ ટ્રાયલમાં ટેલ્ગો દિલ્હીથી મુંબઇ 4 કલાક વહેલી પહોંચી

પોતાના અંતિમ ટ્રાયલમાં ટેલ્ગો દિલ્હીથી મુંબઇ 4 કલાક વહેલી પહોંચી

શનિવારે દિલ્હીથી મુંબઇ વચ્ચે સ્વીડનની ટેલ્ગો ટ્રેનનું અંતિમ ટ્રાયલ યોજાયું હતું. ટેલ્ગો માત્ર 12 કલાકમાં દિલ્હીથી મુંબઇ પહોંચી શે છે. રાજધાની એક્સપ્રેસ આ રૂટ પર 16 કલાક જેવો સમય છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી-મુંબઈ વચ્ચેનું અંતર 1384 કિમી છે.

વિજય માલ્યાએ કોર્ટ પાસે વ્યક્તિગત રજૂઆત કરવા માટે છૂટ માંગી

વિજય માલ્યાએ કોર્ટ પાસે વ્યક્તિગત રજૂઆત કરવા માટે છૂટ માંગી

સરકારી બેંકોના 9000 હજાર કરોડનો ચૂનો લગાવનાર વિજય માલ્યા ભારત પરત ફરવાની ઈચ્છા વ્યકત કરી છે. પટિયાલા કોર્ટમાં માલ્યાના વકીલે કહ્યું કે, તે સમન્સનો જવાબ આપવા માટે ભારત આવવા માંગે છે. વર્ષ 2000ના FERA ઉલ્લંઘન કેસમાં માલ્યાએ વ્યક્તિગત રજૂઆતની છૂટની માગી છે.

જમ્મુ-કાશ્મીરમાં કરફ્યુ ઉઠાવતા ફરી હિંસક દેખાવો

જમ્મુ-કાશ્મીરમાં કરફ્યુ ઉઠાવતા ફરી હિંસક દેખાવો

કાશ્મીરમાં કેટલાક સમયથી શાંતિ સ્થપાય તેવા અણસાર મળ્યા હતા. જેના પગલે શનિવારે કર્ફ્યુ ઉઠાવી લેવાયા હતો. તરત જ હિંસા ભડકી ઉઠી છે. જેમાં દક્ષિણ કશ્મીરમાં સુરક્ષા દળો સાથેની ઝડપમાં બે નાગરિકોના મોત થયા છે. અત્યાર સુધીના હિંસક પ્રદર્શનોમાં મરનારાઓની સંખ્યા વધીને 75 થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X