For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલાયન્સ Jio : જિયો જી ભરકે પ્રોબ્લેમ્સ વાલી લાઇફ

|
Google Oneindia Gujarati News

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રિલાયન્સ Jio : જિયો જી ભરકે પ્રોબ્લેમ્સ વાલી લાઇફ

રિલાયન્સ Jio : જિયો જી ભરકે પ્રોબ્લેમ્સ વાલી લાઇફ

રિલાયન્સ જિયોના સિમ મેળવવા આખો દેશ જાણે ઘેલો બન્યો છે. વાસ્તવિકતા એ છે કે જિયોના સિમમાં અનેક તકલીફો આવી રહી છે. જિયો કસ્ટમર્સ માટે વેઇટિંગથી લઇ કૉલ ડ્રૉપ અને અનલિમીટેડ ડેટા જેવા પ્રોબ્લમ સામાન્ય બન્યા છે.

સિદ્ધુની પત્નીએ ધારાસભ્ય પદ છોડ્યું

સિદ્ધુની પત્નીએ ધારાસભ્ય પદ છોડ્યું

અમૃતસરથી સાંસદ રહી ચૂકેલા નવજોત સિંહ સિદ્ધુએ ભાજપ છોડી દીધું છે. સાથે જ તેમની પત્ની નવજોત કૌરે પણ વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે. નવજોત કૌરે કહ્યું, ‘મેં માત્ર મારા ક્ષેત્રના જ મુદ્દા ઉઠાવ્યા હતા, તેની મંજૂરી મને પાર્ટીએ નહોતી આપી.

યુએનને કાશ્મીરની મુલાકાત માટે મંજૂરી ના અપાઇ

યુએનને કાશ્મીરની મુલાકાત માટે મંજૂરી ના અપાઇ

હિજબુલ વાનીના એન્કાઉન્ટર બાદ કાશ્મીરમાં હિંસા ભડકી ઉઠી હતી. ત્યારે સંયુક્ત રાષ્ટ્રએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેવા માટે પાકિસ્તાન અને ભારતની પરવાનગી માગી હતી. ભારતે માંગ ફગાવતા કહ્યું કે બંને કાશ્મીરની તુલના થઇ શકે તેમ નથી.

ભાજપને જ મોંઘા પડી રહ્યા છે અચ્છે દિનઃ ગડકરી

ભાજપને જ મોંઘા પડી રહ્યા છે અચ્છે દિનઃ ગડકરી

ગડકરીએ પોતાના અંદાજમાં કહ્યું કે અચ્છે દિનનું સ્વપ્ન ભાજપ માટે ગળાનું કાડકું બની ગયું છે. તેમણે કહ્યું કે અકસ્માત અને મોતનું પ્રમાણ ઘટાડવું એ અમારી પ્રાથમિકતા છે. અકસ્માતના સ્થળોએ બેરિયર સોલર લાઇટનો ઉપયોગ કરી સ્પીડબ્રેકર્સ તૈયાર કરાશે.

કાવેરી મુદ્દે કર્ણાટકને અન્યાય થયો : CM સિદ્ધરમૈયા

કાવેરી મુદ્દે કર્ણાટકને અન્યાય થયો : CM સિદ્ધરમૈયા

તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે કાવેરીના પાણી મુદ્દે થઈ રહેલો ઝગડો હવે દિલ્હી સુધી પહોંચી ગયો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કાવેરીના પાણીની વહેંચણી પર કર્ણાટક સાથે ભારે અન્યાય થયો હોવાની વાત જણાવીને આજે સમગ્ર કેબિનેટ સાથે દિલ્હી જવાનું એલાન કર્યું છે.

મોદીરાજમાં લાંચની ફરિયાદ કરશો તો કપિલ શર્મા જેવી હાલત થશે: કેજરીવાલ

મોદીરાજમાં લાંચની ફરિયાદ કરશો તો કપિલ શર્મા જેવી હાલત થશે: કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ટ્વિટમાં લખ્યું છે કે મોદી રાજમાં કોઈ પણ લાંચની ફરિયાદ કરવાની હિંમત ન કરતા નહીં તો તમારી હાલત પણ કપિલ શર્મા જેવી થશે. કોમેડિયન કપિલ શર્માએ બીએમસીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમની સામે FIR નોંધવામાં આવી છે.

UPમાં પ્રિયંકાની ભૂમિકા અંગે શીલા દીક્ષિતનો ખુલાસો

UPમાં પ્રિયંકાની ભૂમિકા અંગે શીલા દીક્ષિતનો ખુલાસો

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની કમાન પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવી છે. આ જાહેરાત બાદ કોઇ હલચલ નથી. જે અંગે શીલા દીક્ષિતે ખુલાસો કર્યો કે પ્રિયંકાજી આવે છે કે નહીં. તે વાતનો જવાબ તેઓ જ આપી શકે છે. પોલિટિક્સ તથા પ્રોફેશનમાં નિર્ણય સ્થિતિને આધારે લેવામાં આવે છે.

બેંગલોરની ફ્લાઈટ્સના પેસેન્જર્સને કેન્સલેશન ચાર્જમાંથી માફી

બેંગલોરની ફ્લાઈટ્સના પેસેન્જર્સને કેન્સલેશન ચાર્જમાંથી માફી

બેંગલુરુમાં કાવેરી જળવિવાદને કારણે ઊભી થયેલી સ્થિતિને કારણે એર ઇન્ડિયા સહિત ડોમેસ્ટિક એરલાઇન્સે નિશ્ચિત સમય અને અમુક ફ્લાઇટ્સ માટે ફ્લાઇટ કેન્સલેશન કે રિશિડ્યુલિંગ ચાર્જ રદ કર્યો છે. એર ઇન્ડિયાએ, જેટ એરવેઝ અને વિસ્તારાએ પણ કેન્સલેશન અને રિશિડ્યુલિંગ ચાર્જ રદ કર્યો છે.

કાકા સાથે અખિલેશનો ઝઘડો

કાકા સાથે અખિલેશનો ઝઘડો

સમાજવાદી પાર્ટીમાં આંતરિક ઝઘડાઓ પૂરા થવાનું નામ જ નથી લઇ રહ્યા. અખિલેશ યાદવ સાથે ઝઘડો થયા બાદ શિવપાલે રાજીનામું આપી દેવાની ધમકી આપી હતી. શિવપાલનો પક્ષ લેતાં મુલાયમસિંહે કહ્યું કે શિવપાલ પાર્ટી અને કાર્યકાર્તાઓ પર મજબૂત પકડ ધરાવે છે.

બેંગ્લોરમાં સ્થિતિ નાજુક, મોદીએ શાંતિની અપીલ કરી

બેંગ્લોરમાં સ્થિતિ નાજુક, મોદીએ શાંતિની અપીલ કરી

કર્ણાટક અને તમિલનાડુમાં બે દિવસથી કાવેરી વિવાદને લઇ હિંસા થઇ રહી છે. બેંગ્લોરમાં 16 પોલીસ મથકોમાં કર્ફ્યૂ લદાયા બાદ અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી હતી. પીએમ મોદીએ રાજ્યોમાં થયેલી હિંસા બાબતે દુઃખ વ્યક્ત કરી શાંતિની અપીલ કરી હતી.

English summary
September 14 read todays top national news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X