ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.
પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સેક્સ કૌભાંડના આરોપી ટીનુ જૈન સાથે પીએમ મોદીની તસવીર શેર
શાર્પ શુટર મોહમ્મદ કૈફની સાથે લાલુના દિકરા તેજ પ્રતાપની તસવીર સામે આવ્યા બાદ હવે તેજ પ્રતાપે એક તસવીર પ્રધાનમંત્રીની જાહી કરી બીજેપી પર પ્રહાર કર્યા છે. તેજપ્રતાપે કહ્યું, મારું રાજીનામું માંગનારા પહેલા સેક્સ રેકેટ ચલાવનાર ટીનુ જૈનની સાથે તસવીર માટે પીએમ મોદીનું રાજીનામું માગવું જોઈએ.

હવેથી પેસેન્જર્સને પ્લેનમાં સેલ્ફી લેવા પર બેન
ડિરેક્ટોરેટ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્રારા સુરક્ષાને ધ્યાનમાં રાખતા એરલાઇન્સને આદેશ આપ્યો છે કે તેઓ તેના પેસેન્જરને પ્લેનમાં અથવા આવતા-જતા સમયે ફોટોગ્રાફી કરવાની મંજુરી ના આપે. આ સાથે મુસાફરી દરમિયાન પણ ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ કંપની આપે છે માત્ર 11 રૂપિયામાં 4G ડેટા
ટેલીનોર ઇન્ડિયા માત્ર 11 રૂપિયામાં 4જી ડેટા આપી રહી છે. 11 રૂપિયાના આ પેકમાં 1 દિવસ માટે 100 એમબી 4જી ડેટા આપવામાં આવશે. ગુજરાતના આણંદમાં આ પ્લાન ઉપલબ્ધ છે.

SPના રામગોપાલે કહ્યું, અખિલેશને હટાવવો ભૂલ, મનાવવા પહોંચ્યા
સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલો પારિવારિક વિવાદ હજુ ઉકેલાયો નથી. ગુરુવારે રાજ્યસભામાં સપાના નેતા રામગોપાલ યાદવ અખિલેશને મનાવવા માટે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, અખિલેશે પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખના પદેથી હટાવીને નેતૃત્વમાં ભૂલ કરી છે.

India Todayની સૈન્ય પ્રમુખ રાહિલને 'થપ્પડ'થી ગુસ્સે ભરાયું પાકિસ્તાન
પાકિસ્તાને પોતાના સૈન્ય પ્રમુખ રાહિલ શરીફની એક કથિત અપમાનજનક તસવીર છાપવાને લઇને ઇન્ડિયા ટુડેની વેબસાઇટને બ્લોક કરી દીધી છે. અનેક ભાષાઓમાં છપાતા આ મેગેઝીનના અંગ્રેજી એડિશનના કવર પેજ પર રાહિલની એક તસવીર છાપી છે. આ તસવીરમાં રાહિલના ગાલ પર લાફો માર્યાનું નિશાન બતાવવામાં આવ્યું છે.

બિહારમાં પોલીસે યુવાનને 1 કિલોમીટર સુધી ઢસેડ્યો
બિહારના વૈશાલી જિલ્લાથી પોલીસની બર્બરતાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં પોલીસ અધિકારીઓ ગંગા નદીમાં મળેલા એક યુવકના મૃતદેહને ઢસડતા જોવા મળી રહ્યા છે. 1 કિલોમીટર દૂર હજારો લોકોની સામે તેને ઢસડીને લઈ ગયા હતા.

Uber આપશે 10 લાખ લોકોને રોજગાર
મોબાઈલ ફોન એપ આધારિત ટેક્સી પુરી પાડનારી ઈન્ટરનેટ પ્લેટફોર્મ કંપની ઉબર એક નવી પહેલ અંતર્ગત 2018 સુધી 10 લાખ લોકોને સ્કિલ ટ્રેનિંગ આપીને રોજગાર પુરુ પાડવામાં મદદ કરશે. કંપનીએ આ માટે રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ(એનએસડીસી) તેમજ ઓટો કંપની મારુતિ સાથે પાર્ટનરશિપ કરી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
