• search

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

  વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

  પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

  AAP પાસેથી લેવામાં આવશે જાહેરાતના 18 કરોડ

  AAP પાસેથી લેવામાં આવશે જાહેરાતના 18 કરોડ

  કેન્દ્રની કન્ટેન્ટ રેગ્યુલેશન કમિટીએ આમ આદમી પાર્ટીને તમામ જાહેરાત પર કરવામાં આવેલ ખર્ચ સરકારી ખજાનામાં પરત જમા કરાવવાનો આદેશ આપ્યો છે. સમગ્ર દેશમાં આપે જાહેરાત પર કુલ 18 કરોડ 47 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જે હવે આપે દિલ્હી સરકારના ખજાનામાં જમા કરાવવાના રહેશે.

  જમ્મુ અને કાશ્મીરમાં આત્મઘાતી હુમલો, 3 જવાન શહીદ

  જમ્મુ અને કાશ્મીરમાં આત્મઘાતી હુમલો, 3 જવાન શહીદ

  ઉરી સેક્ટરમાં લાઇન ઓફ કન્ટ્રોલ પાસે આર્મી બ્રિગેડના હેડક્વાર્ટર પર આતંકી હુમલો થયો. સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. હુમલાના પગલે 3 જવાન શહીદ થયા અને 18 ઘાયલ થયા છે. હુમલાખોર ત્રણ આતંકીઓ હોવાનું જાણવા મળ્યું છે.

  ઉરી હુમલાના દોષિતોને છોડવામાં નહીં આવેઃ મોદી

  ઉરી હુમલાના દોષિતોને છોડવામાં નહીં આવેઃ મોદી

  જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં સૈન્યના બેઝ પર આતંકી હુમલો થયો હતો. હુમલાના પગલે 17 જવાનો શહીદ થયા છે જ્યારે 16 જવાન ઘાયલ થયા છે. મોદીએ કહ્યું કે હુમલા પાછળના જવાબદારોને છોડવામાં નહીં આવે. શહીદ જવાનોને સલામ, રાષ્ટ્ર માટે એમની કુરબાની સદાય યાદ રાખવામાં આવશે.

  દૂરદર્શનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ગાયબ

  દૂરદર્શનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ગાયબ

  દૂરદર્શનના એડીજી શુક્રવારે કાર્યાલય આવ્યા બાદ બપોરથી લાબતા છે. જયંત એમ. ખર્ચે મંડી હાઉસ સ્થિત પોતાના કાર્યાલયથી શુક્રવાર બપોરના સમયથી લાપતા છે. તેમનો મોબાઇલ ફોન બંધ છે. અમે તપાસ અભિયાન ઝડપી બનાવી દીધુ છે. પોલીસ દ્વારા તેમની કોલ ડિટેલ્સ તપાસી રહી છે.

  રાહુલ ગાંધીના SPG ગાર્ડસે પાયલોટનું લાયસન્સ માંગતા થયો હોબાળો

  રાહુલ ગાંધીના SPG ગાર્ડસે પાયલોટનું લાયસન્સ માંગતા થયો હોબાળો

  દિલ્હીથી વારણસી જઇ રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં રાહુલના SPG ગાઇડ દ્વારા પાયલોટનું લાઇસન્સ માંગવાનો મામલો સામે આવ્યો હતો. આ સાથે જ કોમર્શિયલ ફ્લાઇટના ઇંધણની તપાસ અંગે પણ માંગણી કરી હતી. જેના કારણે ફ્લાઇટ 45 મિનિટ મોડી ઉપડી હતી. એરલાઇન અધિકારીઓ માટે આ મામલો ચોકાવનારો છે.

  કેજરીવાલને જોઇને કાચિંડો પણ આત્મહત્યા કરે : સાક્ષી મહારાજ

  કેજરીવાલને જોઇને કાચિંડો પણ આત્મહત્યા કરે : સાક્ષી મહારાજ

  સચ્ચિદાનંદ સાક્ષી મહારાજે આજે તેમના સંસદીય વિસ્તાર ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સમાજવાદી પાર્ટી, બસપા અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે પ્રભુ શ્રી રામનું મંદિર બનાવતા દુનિયાની કોઈ તાકાત રોકી શકે તેમ નથી. તેમણે કહ્યું કે કેજરીવાલને જોઈને તો કાચિંડો પણ આત્મહત્યા કરી લેશે.

  રામ મંદિર બનશે તો ભાજપ UPમાં ચૂંટણી જીતી જશે : સુબ્રમણ્યમ સ્વામી

  રામ મંદિર બનશે તો ભાજપ UPમાં ચૂંટણી જીતી જશે : સુબ્રમણ્યમ સ્વામી

  ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતું કે, રામ મંદિર બનાવવાને લઇને ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિકાસની સાથે સાથે હિન્દુત્વને પણ આગળ વધારવા માટે કહીશું. સ્વામીએ કહ્યુ કે જો રામમંદિર બની જશે તો બીજેપી ચૂંટણીમાં જીતી જશે.

  રાજનાથ સિંહના ઘરે આપાતકાલીન બેઠક મળી

  રાજનાથ સિંહના ઘરે આપાતકાલીન બેઠક મળી

  ઉરીમાં આતંકી હુમલા બાદ ગૃહપ્રધાનના ઘરે ઇમરજન્સી મિટિંગ બોલાવાઇ. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, આઇબી અને સેનાના ઉચ્ચ અધિકારીઓ ભાગ લઇ રહ્યા છે. આર્મી ચીફ દલબીરસિંહ સુહા શ્રીનગર પહોંચ્યા છે અને તે ઉરીમાં ઘાયલ સૈનિકોથી મુલાકાત કરશે.

  પેલેટ ગનથી 10 વર્ષીય કિશોરનું મોત

  પેલેટ ગનથી 10 વર્ષીય કિશોરનું મોત

  શ્રીનગરના પરા હરવાન વિસ્તારમાંથી શુક્રવારે મોડી રાત્રે એક બળકનો મૃતદેહ મળી આવ્યો. આ 10 વર્ષીય બાળક પેલેટ ગનનાં ફાયરિંગથી ઇજા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ અશાંતિ ફેલાતાં સુરક્ષાદળોએ પેલેટગનનો ઉપયોગ કર્યો હતો.

  સાઇડ ન આપતાં રાજદ નેતાના પુત્રએ ખંજર ભોંક્યું

  સાઇડ ન આપતાં રાજદ નેતાના પુત્રએ ખંજર ભોંક્યું

  સાઇડ ન આપતાં આરજેડીના વિધાનસભ્ય વીરેન્દ્ર સિંહના પુત્રએ એક શખ્સને ખંજર ભોંકી દીધું. ગંભીર ઘવાયેલા 26 વર્ષના યુવકને પટનાની હોસ્પિટલમાં ભરતી કરાયો હતો. પોલીસે વિધાનસભ્ય વીરેન્દ્ર સિંહાના પુત્ર કુણાલ સામે હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી છે.

  English summary
  September 18 read todays top national news pics

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more