ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

દિલ્હીમાં LG હાઉસ બહાર નાયબ સીએમ મનીષ સિસોદિયા પર શાહી ફેંકાઇ

દિલ્હીમાં LG હાઉસ બહાર નાયબ સીએમ મનીષ સિસોદિયા પર શાહી ફેંકાઇ

દિલ્હીમાં ઉપરાજ્યપાલન નજીબ જંગને મળવા આવેલ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા પર એલજીના ઘરની બહાર શાહી ફેંકવામાં આવી છે. મનીષ તે સમયે પત્રકારોની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે પાછળથી કોઈએ તેમના પર શાહી ફેંકી. શાહી ફેંકવાને મુદ્દે સિસોદિયાએ કોંગ્રેસ અને ભાજપ પર નિશાન સાધ્યું હતું.

સરકારની નિષ્ફળતાઓને કારણે આ બધું થઇ રહ્યું છેઃ દિગ્વિજય સિંહ

સરકારની નિષ્ફળતાઓને કારણે આ બધું થઇ રહ્યું છેઃ દિગ્વિજય સિંહ

આતંકી હુમલા બાદ કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે એનડીએ સરકાર પર પ્રહાર ક્રયો. કહ્યું કે અટલ બિહારી વાજપેયીના સમયે જૈશ સરગના મસૂદ અજહરને છોડવામાં આવ્યો તેનું નુકશાન દેશે ભોગવવું પડી રહ્યું છે. મોટી-મોટી વાતો કરે છે સરકાર, પણ આ હાલાત તેમની નિષ્ફળતાઓને કારણે જ પેદા થયા છે.

શિવસેનાએ મોદી પર નિશાન સાધ્યું

શિવસેનાએ મોદી પર નિશાન સાધ્યું

ઉરી સેક્ટરમાં આર્મી બેઝ પર થયેલા હુમલાને પગલે મોદી પર પ્રહારો થઇ રહ્યા છે. શિવસેનાએ કહ્યું કે કોંગ્રેસ શાસન વખતે જેવી સ્થિતિ હતી તેનાથી પણ ખરાબ સ્થિતિ આજે થઇ ગઇ છે. કહ્યું કે મોદી સરકાર પાકિસ્તાન પર હુમલો કરવા અને આતંકીઓનો ખાતમો કરવા માટે અસમર્થ છે.

ઉરી એટેકમાં શહીદોનો આંક વધીને 20 થયો

ઉરી એટેકમાં શહીદોનો આંક વધીને 20 થયો

પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદના 4 ત્રાસવાદીઓએ રવિવારે જમ્મુ-કશ્મીરના બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં સરહદ નજીક આવેલા ભારતીય લશ્કરના મથક પર કરેલા હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોનો આંક વધીને 20 થયો છે. ગઈકાલે 17 જવાનોએ દમ તોડ્યો હતો. ઘાયલ થયેલા 19 જવાનો પૈકી ત્રણ જણનું આજે નિધન થયું છે.

મોદીજીએ માત્ર નિવેદનબાજી બંધ કરે : બાબા રામદેવ

મોદીજીએ માત્ર નિવેદનબાજી બંધ કરે : બાબા રામદેવ

ઉરી હુમલાની કડક નિંદા કરતા બાબા રામદેવે પાકિસ્તાનના આતંકી સ્થળો પર હુમલા કરવાની વકીલાત કરી. કોલકતામાં બાબા રામદેવે કહ્યું હવે હુમલો કરવાનો સમય આવી ગયો છે, ભારતે જડબાતોડ જવાબ આપવો જોઈએ. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે મોદીએ હવે માત્ર નિવેદનબાજી ન કરવી જોઈએ.

ઉરી હુમલો: 1990 બાદ સૌથી મોટો આતંકી હુમલો

ઉરી હુમલો: 1990 બાદ સૌથી મોટો આતંકી હુમલો

કાશ્મીરના ઉરીમાં થયેલો આતંકવાદી હુમલો 1990 બાદ આર્મી બેઝ પર કરાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો છે. ઉરીએ લાઈન ઓફ કંટ્રોલથી માત્ર છ કિલોમીટરના અંતરે આવેલી લશ્કરી છાવણી છે. અહીં ડોંગરા રેડીમેન્ટ તૈનાત છે, આ 12 આર્મી યૂનિટનો બેઝ હોવાથી તે મહત્વપૂર્ણ બેઝ છે.

મુંબઇ સીરિયલ બ્લાસ્ટનો આરોપી ઝડપાયો

મુંબઇ સીરિયલ બ્લાસ્ટનો આરોપી ઝડપાયો

વર્ષ 1993માં મુંબઇમાં સતત 12 સીરિયલ બ્લાસ્ટ થયા હતા. 12 સ્થળોએ થયેલા આ બ્લાસ્ટમાં 257 લોકોનાં મોત થયાં અને 700થી વધુ ઘાયલ થયા હતા. સીરિયલ બ્લાસ્ટના આરોપી અને દાઉદના સાગરીત અબ્દુલ સતારને એટીએસે દબોચી લીધો છે.

સારવાર માટે દિલ્હી પહોંચ્યા આસારામ, કાફલામાં એક જેવી 3-4 ગાડીઓ

સારવાર માટે દિલ્હી પહોંચ્યા આસારામ, કાફલામાં એક જેવી 3-4 ગાડીઓ

આસારામને રવિવારે સારવાર માટે દિલ્હી લાવવામાં આવ્યા હતા. સુરક્ષા કારણોસર તેમના કાફલમાં એકસમાન 3-4 કાર રાખવામાં આવી હતી. જેથી આસારામ કઈ ગાડીમાં છે તેની ઉપદ્રવીઓને જાણ ન થાય. આસારામને દિલ્હીના તિહાર જેલમાં અન્ય કેદીઓથી અલગ રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

ફિનલેન્ડ ગયેલા સિસોદિયાને સ્વદેશ પરત ફરવા ઉપરાજ્યપાલનો આદેશ

ફિનલેન્ડ ગયેલા સિસોદિયાને સ્વદેશ પરત ફરવા ઉપરાજ્યપાલનો આદેશ

ડેન્ગ્યૂએ દિલ્હીમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા ફિનલેન્ડના પ્રવાસે ગયા છે. દરમિયાન ઉપ રાજ્યપાલ નજિબ જંગે તેમને તાત્કાલિક સ્વદેશ પરત ફરવા આદેશ આપ્યો છે. જંગે જણાવ્યું છે કે તેઓ જો તાત્કાલિક પરત નહિ આવે તો તેમનો આ પ્રવાસ ગેરકાયદે જાહેર કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X