ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

તમિલનાડૂને 6000 ક્યૂસેક પાણી અપાશેઃ સુપ્રીમ

તમિલનાડૂને 6000 ક્યૂસેક પાણી અપાશેઃ સુપ્રીમ

કાવેરી વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. સુપ્રીમના ચુકાદા મુજબ કર્ણાટક 27મી સપ્ટેમ્બર સુધી તમિલનાડૂને દરરોજ 6000 ક્યૂસેક પાણી આપશે. ઉપરાંત આગામી 4 સપ્તાહમાં કાવેરી વોટર મેનેજમેન્ટ બોર્ડ બનાવવા કેન્દ્રને આદેશ આપ્યો છે.

છત્તીસગઢમાં હાફિઝનું માથું કલમ કરનારને 5 કરોડનું ઈનામ જાહેર

છત્તીસગઢમાં હાફિઝનું માથું કલમ કરનારને 5 કરોડનું ઈનામ જાહેર

છત્તીસગઢ હજ કમિટીના પૂર્વ અધ્યક્ષ ડો.સલીમ રાજે ઉરી તથા કાશ્મીરમાં સતત ભારત વિરોધી પ્રવૃતિઓને લઈને પાકિસ્તાની આતંકી હાફિઝ સઈદનુ સરકલમ કરનારને 5 કરોડ રુપિયાના ઈનામની જાહેરાત કરી છે. ડો.રાજે કહ્યુ કે આ રકમને તે ભારતીય મુસ્લિમો અને સેનાના શહીદ થયેલા જવાનોના પરિવાર માટે એકઠી કરશે.

કાશ્મીરઃ 8 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા

કાશ્મીરઃ 8 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા

રવિવારે ઉરીમાં થયેલા હુમલા બાદ ભારતીય સેનાએ આતંકીઓને પાણી બતાવ્યું. ઉરી સેક્ટરમાં આજે ફરીથી સિઝફાયરનો ઉલ્લંઘન કરી પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ 8 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

ભારતે લાંબા અંતરની મિસાઇલનું પરિક્ષણ કર્યું

ભારતે લાંબા અંતરની મિસાઇલનું પરિક્ષણ કર્યું

લાંબા અંતરની મિસાઇલના સફળ પરિક્ષણની સાથે જ ભારતની હવાઇ સંરક્ષણ ક્ષમતા વધુ ઘનિષ્ઠ બની છે. આ મિસાઇલ જમીન પરથી હવામાં પ્રહાર કરી શકે છે. ઓરિસ્સામાં ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતેથી મિસાઇલનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ ઇઝરાયેલના સહયોગથી વિકસાવવામાં આવી છે.

પાકિસ્તાન સામે PM મોદીની 56ની છાતી ક્યાં ગઇ?

પાકિસ્તાન સામે PM મોદીની 56ની છાતી ક્યાં ગઇ?

ઉરી આતંકી હુમલામાં શહીદ થયા બાદ 56ની છાતી ધરાવતા મોદીએ અત્યંત હાઇલેવલની બેઠક બોલાવી હતી. ગુસ્સે થયેલા લોકોનો આક્રોશ ઇન્ટરનેટ પર ઠલવાઇ રહ્યો છે. ત્યારે લોકો એમ પણ પૂછી રહ્યા છે કે પાકિસ્તાન સામે પીએમ મોદીની 56ની છાતી ક્યાં ગઇ છે?

મુંબઇઃ 3 ચોરને પકડવા માટે પહોંચ્યા 100 પોલીસ અધિકારી

મુંબઇઃ 3 ચોરને પકડવા માટે પહોંચ્યા 100 પોલીસ અધિકારી

શહેરના પૉશ જુહૂની ઉગમ સોસાયટીમાંથી ત્રણ ચોરને પકડવા માટે 100 પોલીસ અધિકારી પહોંચ્યા હતા. ફ્લેટમાં 53 વર્ષીય એક યુવક અને 50 વર્ષીય મહિલા જ હાજર હતાં. કલાકો સુધીના ડ્રામા બાદ ફ્લેટ ખાલી કરાવી ત્રણેય ચોરોને પકડી પાડવામાં આવ્યા હતા.

ઉરી એટેકઃ ભારતીય સેનાએ કહ્યું, વી આર રેડી

ઉરી એટેકઃ ભારતીય સેનાએ કહ્યું, વી આર રેડી

ઉરી એટેક બાદ સૈન્ય કાર્યવાહી મહાનિદેશક લેફ્ટનન્ટ જનરલ રણવીરસિંહે કહ્યું કે દુશ્મનોના નાપાક ઇરાદાઓને જવાબ આપવા માટે ભારતીય સૈના સંપૂર્ણપણે તૈયાર છે. રાષ્ટ્રપતિ અને ત્રણેય સેનાના પ્રમુખ પ્રણવ મુખરજીએ કહ્યું કે આવા કાયર હુમલાઓથી અમે ડરીશું નહીં. આપણે તેમને સબક શીખવાડીને રહીશું.

ચેન્નાઇમાં પોર્શ ચાલકે 12 રિક્ષાઓને કચડી, એકનું મોત

ચેન્નાઇમાં પોર્શ ચાલકે 12 રિક્ષાઓને કચડી, એકનું મોત

ચેન્નાઇમાં એક સ્ટુડન્ટે પોતાની પોર્શ કારથી રસ્તાના કિનારો ઊભી રહેલી 12 ઓટો રિક્ષાને ટક્કર મારી દીધી હતી. જેમાં એકનું મોત થયું હતું અને ત્રણ ઓટોરિક્ષા ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયા હતા. આરોપ છે કે 22 વર્ષીય આરોપી વિકાસ વિજય આનંદ નશામાં હતો.

ઇન્કમ ટેક્સ વિભાગની આપની લેવડ દેવડ પર છે નજર

ઇન્કમ ટેક્સ વિભાગની આપની લેવડ દેવડ પર છે નજર

આવકવેરા વિભાગને વિભિન્ન સ્ત્રોતોમાંથી મળેલી જાણકારી અનુસાર વ્યક્તિ દ્વારા ભરાયેલ ITRમાંથી ખબર પડે છે. આઈટીઆરમાં આપે કુલ વાર્ષિક આવકની વિસ્તૃત જાણકારી આપવાની હોય છે. આપે આપના આઈટીઆરમાં ખોટી જાણકારી આપી અથવા આપ આઈટીઆર નથી ભરતા તો આવકવેરા વિભાગ તપાસ કરીને આપને નોટિસ મોકલી શકે છે.

મને બહેન પ્રિયંકા પર સર્વાધિક વિશ્વાસ છે : રાહુલ ગાંધી

મને બહેન પ્રિયંકા પર સર્વાધિક વિશ્વાસ છે : રાહુલ ગાંધી

કોંગ્રેસ ઉપાધ્યર રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકા વાડ્રાના રાજકારણ પ્રવેશ અંગે નિવેદન આપ્યું છે. રાહુલે જણાવ્યું કે મને બહેન પ્રિયંકા પર સૌથી વધારે વિશ્વાસ છે. રાજકારણમાં આવવું કે નહીં અને ક્યારે આવવું, તે અંગેનો નિર્ણય સંપૂર્ણપણે તેમની પર નિર્ભર રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X