ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

તામિલનાડુને 6000 ક્યુસેક પાણી નહીં આપીએ: કર્ણાટક

તામિલનાડુને 6000 ક્યુસેક પાણી નહીં આપીએ: કર્ણાટક

કાવેરી વિવાદ હજુ પણ ઉકેલાતો નથી દેખાઈ રહ્યો. હવે કર્ણાટક સરકારે નિર્ણય કર્યો છે કે તેઓ તામિલનાડુને 6000 ક્યુસેક પાણી નહીં આપે. આપને જણાવી દઈએ કે સુપ્રીમકોર્ટનો આદેશ છે કે કર્ણાટક સરકારે 23 સપ્ટેમ્બરે તામિલનાડુને 6000 ક્યુસેક પાણી આપવું જ પડશે.

જેસલમેરમાં ભારતીય વાયુસેનાનું UAV ક્રેશ થયું

જેસલમેરમાં ભારતીય વાયુસેનાનું UAV ક્રેશ થયું

આજે રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય વાયુસેનાનું UAV દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. સદનસીબે ઘટનાને પગલે કોઇ પણ પ્રકારની જાનહાની થઇ નથી. આ મામલાની તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ અગાઉ પણ 2015માં જેસલમેરમાં યુએવી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

કેજરીવાલ સામે કોઇ FIR નથી થઇઃ એસીબી પ્રમુખ

કેજરીવાલ સામે કોઇ FIR નથી થઇઃ એસીબી પ્રમુખ

દિલ્હી મહિલા આયોગમાં કથિત કૌભાંડ મામલે કેજરીવાલ સામે પણ FIR નોંધાઇ હોવાના સમાચાર વહેતા થયા હતા. એન્ટી કરપ્શન બ્યુરોએ ખુલાસો કરતા કહ્યું કે કેજરીવાલ સામે કોઇ એફઆરઆઇ દાખલ નથી થઇ. આ પહેલાં કેજરીવાલે કહ્યું હતું કે એફઆઇઆરમાં તેમનું નામ પણ સામેલ છે.

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધૂસી 3 આતંકવાદી કેમ્પ ફૂંક્યા, 20 આતંકીઓ ઠાર

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધૂસી 3 આતંકવાદી કેમ્પ ફૂંક્યા, 20 આતંકીઓ ઠાર

જમ્મૂ-કાશ્મીરના ઉરીમાં સેનાના વડામથક પર થયેલા આતંકવાદી હુમલાનો ભારતે બદલો લઇ લીધો છે. સ્પેશિયલ ફોર્સની બે યૂનિટોએ ઉરી સેક્ટર સાથે અડીને આવેલા પીઓકે સ્થિત 3 આતંકવાદી કેમ્પોનો સફાયો કરી નાખ્યો હતો. આ કાર્યવાહીમાં લગભગ 20 આતંકવાદી માર્યા ગયા હતા. જ્યારે 200 ઘવાયા છે.

રાફેલ યુદ્ધ વિમાન સોદા પર આજે હસ્તાક્ષર, ભારતને 36 વિમાન મળશે

રાફેલ યુદ્ધ વિમાન સોદા પર આજે હસ્તાક્ષર, ભારતને 36 વિમાન મળશે

ભારતીય વાયુદળને ફ્રાન્સના આધુનિક યુદ્ધવિમાન રાફેલ મળવાનું નિશ્ચિત થઈ ગયું છે. ભારત ફ્રાન્સ પાસેથી 59 હજાર કરોડ રૂપિયામાં 36 યુદ્ધવિમાન ખરીદશે. આ અંગેના સોદા પર આજે હસ્તાક્ષર કરવામાં આવશે.

ભારતે ઉરી હુમલાના પુરાવા પાકિસ્કાન હાઈ કમિશ્નરને દેખાડ્યા

ભારતે ઉરી હુમલાના પુરાવા પાકિસ્કાન હાઈ કમિશ્નરને દેખાડ્યા

ઉરી હુમલા બાદ બુધવારે ભારતીય વિદેશ સચિવ એસ.જયશંકરે પાકિસ્તાની હાઈ કમિશ્નર અબ્દુલ બાસિતને સમન પાઠવ્યા હતા. બાસિત સામે ભારતે હુમલા સાથે જોડાયેલા તથ્યો અને તેમાં પાકિસ્તાનની ભૂમિકા અંગે માહિતી આપી હતી. આ પ્રથમ ઘટના છે જ્યારે ભારતે ડિમ્પલોમેટિક ચેનલ થકી પાકિસ્તાનને ફરિયાદ કરી હતી.

બટાકા અને ટામેટાંની કિંમતોમાં હજી ઘટાડો થશે

બટાકા અને ટામેટાંની કિંમતોમાં હજી ઘટાડો થશે

ભારતમાં ટામેટાં અને બટાકાની કિંમતોમાં છેલ્લા 1 મહિનામાં જથ્થાબંધ માર્કેટમાં ક્રમશ: 50 ટકા અને 21 ટકાનો ઘટાડો નોંધાયો છે. આગામી મહિને આ કિંમતો હજુ પણ ઘટાડો થાય તેવી શક્યતા છે. વેપારીઓ અનુસાર, ઉરીમાં થયેલ આંતકવાદી હુમલા પછી પાકિસ્તાનને ટામેટાંની નિકાસમાં વધારે ઘટાડો થઈ શકે છે.

અનામત મુદ્દે શિવસેનાએ હાર્દિકવાળી કરી

અનામત મુદ્દે શિવસેનાએ હાર્દિકવાળી કરી

મહારાષ્ટ્રમાં નીકળી રહેલા મરાઠા મોરચાને લઇ શિવસેનાએ ફડવણીસને આડેહાથ લીધા. સામનામાં લખ્યું કે મહારાષ્ટ્રમાં સર્જાયેલી અસ્વસ્થતાને સીએમ ફડણવીસ કેવી રીતે દૂર કરશે. લખ્યું કે મરાઠા મોરચો એ વહેતી ગંગા નથી, પણ દરિયામાં ઉઠેલાં વાદળ છે.

ભારે વરસાદથી મુંબઈની 4 ટ્રેન રદ

ભારે વરસાદથી મુંબઈની 4 ટ્રેન રદ

મુંબઈના પરા વિસ્તારોમાં મોડી રાતથી થઈ રહેલા વરસાદે જનજીવન અસ્ત-વ્યસ્ત કરી દીધું છે. ઘણાં વિસ્તારોમાં પાણી ભરાવાથી સ્કૂલ અને ઓફિસ જનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે પશ્ચિમ રેલવેને તેની ચાર ટ્રેન રદ કરવી પડી છે.

મુંબઇના 3 ડાન્સબારને સુપ્રીમની રાહલ

મુંબઇના 3 ડાન્સબારને સુપ્રીમની રાહલ

ડાન્સ બાર્સમાં અશ્લિલતા રોકવા માટે મહારાષ્ટ્રમાં નવો કાયદો ઘડાયો હતો. સુપ્રીમ કોર્ટે ત્રણ ડાન્સબાર્સને કાઇદાના અમલ વગર ધંધાકીય પ્રવૃત્તિ કરવાની પરવાનગી આપી છે. નવા કાયદા મુજબ તમામ ડાન્સબારમાં સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

પંજાબમાં હવે નવી પાર્ટી નહીં બનાવે સિદ્ધુ

પંજાબમાં હવે નવી પાર્ટી નહીં બનાવે સિદ્ધુ

નવજોત સિંહ સિદ્ધુએ પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં નવી રાજકીય પાર્ટી બનાવવાનો વિચાર પડતો મૂક્યો. સિદ્ધુએ કહ્યું કે, પાર્ટી ઉભી કરવા માટે 2-3 વર્ષનો સમય જોઇએં. ઉપરાંત કહ્યું કે પંજાબમાં તેઓ બાદલ સિંહ અને અમરિંદ સિંહ વિરુદ્ધ વોટ વહેંચી દેવા નથી માગતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X