ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

2013ના મુઝફ્ફરનગરના તોફાનો પાછળ ભાજપ અને સપાનો હાથ
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં વર્ષ 2013માં થેયલા તોફાનોમાં ભાજપ ફસાતુ જઇ રહ્યું છે. જસ્ટીસ વિષ્ણુ સહાય આયોગની તપાસ કમિટીએ આ તોફાનો માટે ભાજપ અને સપાના સ્થાનિક ઉમેદવારોને જવાબદાર ઠેરવ્યા છે.

સંજય દત્તને માફી નહીં
વર્ષ 1993ના બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના ગુનામાં સંજય દત્તને કોઇ રાહત નથી મળી. સંજય દત્તે કરેલી માફી અરજીને મહારાષ્ટ્રના ગર્વનરે કાઢી નાખી છે. મહત્વપૂર્ણ છેકે હાલમાં સંજય દત્ત પેરોલ પર બહાર છે.

અડવાણી, જોશી અને શત્રુજ્ઞ, ભાજપના સ્ટાર પ્રચારક
બિહાર વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ભાજપે પણ અનેક રણનિતી ઘડી કાઢી છે. જેના ભાગરૂપે ભાજપે ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોનું લીસ્ટ જાહેર કરી દીધુ છે. જેમા પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, અને શત્રુજ્ઞ સિંહાના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

PM મોદીના ગુરુ સ્વામી દયાનંદ ગિરિનું નિધન
વડાપ્રધાન મોદીના આધ્યાત્મિક ગુરુ સ્વામી દયાનંદ ગિરિનું લાંબી માદગી બાદ 87 વર્ષની વયે નિધન થયું છે. તેઓએ ઋષિકેશમાં તેમના આશ્રમમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

નેતાજીએ કર્યા હતા બીજા લગ્ન, હતી એક દિકરી
પશ્ચિમ બંગાળ સરકારે નેતાજીના જીવન સાથે જોડાયેલી ગોપનીય ફાઇલોને સાર્વજનિક કરી નાખી છે. જેમાં કેટલાક એવા તથ્યો સામે આવી રહ્યાં છે કે જેના કારણે નેતાજીના લગ્નજીવન પર સવાલો ઉભા થઇ રહ્યાં છે. દસ્તાવેજો દ્વારા માહિતી મળી રહી છેકે તેમણે ચેક મૂળની એક મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા, અને તેનાથી તેમને એક દિકરી પણ હતી.

અનિલ કપૂર અને જૂહી ચાવલાને BMCએ આપી નોટિસ
દેશભરમાં ડેન્ગ્યુનો કહેર વર્તાઇ રહ્યો છે. ત્યારે મુંબઇ મહાનગરપાલિકાએ અનિલ કપૂર, જૂહી ચાવલા સહિત અનેક સ્ટાર્સને નોટિસ મોકલી છે. કારણ કે BMCને જૂહી ચાવલા, અનિલ કપૂર અને સિંગર અમિત કુમારના ઘરેથી ડેન્ગ્યુના ઇંડા મળી આવ્યા છે.

ઇશાંત ફરી એક વખત ટીમની બહાર
ફરી એકવખત ભારતના તેજ રફ્તાર બોલર ઇશાંત શર્મા વિવાદોમાં છે. કારણ તેમની અજીબ વર્તણુક છે, કે જે તેમણે દિલ્હીની સીલેક્શન કમિટીને બતાવી. ઇશાંત શર્માને તેમના વર્તનના કારણે આગામી સમયમાં રમાનારી રણજી મેચમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

BCCIના અધ્યક્ષ પદને લઇને ડખા શરૂ
હાલમાં જગમોહન દાલમિયાનું અચાનક નિધન થયું છે. ત્યારબાદ BCCIનું અધ્યક્ષ પદ ખાલી પડ્યું છે. અને હવે અધ્યક્ષ પદને લઇને ડખા, ચાલબાઝી અને દિમાગી દાવપેચની શરૂઆત થઇ ગઇ છે.

જોધપુરમાં ખેજાડી ઉત્સવ ઉજવાયો
બુધવારે જોધપુરના ખેજાડી ગામમાં બિશ્નોઇ સમુદાયની મહિલાઓએ સાથે મળીને વાર્ષિક ખેજાડી ઉત્સવને ઉજવ્યો હતો.

ઇદની તૈયારીઓમાં વ્યસ્ત મહિલાઓ
શુકવારે મુસ્લિમ બિરાદરોનો ઇદનો તહેવાર છે. ત્યારે દેશના વિવિધ ભાગોમાં ઇદની છેલ્લી ઘડીની ખરીદીમાં મહિલાઓ વ્યસ્ત જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
