પોલીસ પરિસરમાં જ નવજાત સાથે 2 કલાક સુધી રેપ

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પોલીસ પરિસરમાં જ નવજાત સાથે 2 કલાક સુધી રેપ

પોલીસ પરિસરમાં જ નવજાત સાથે 2 કલાક સુધી રેપ

દક્ષિણ દિલ્હીમાં દિવસેને દિવસે દરિંદગી હદ વટાવી રહી છે. પડોસીએ 1 મહિનાના નવજાતને કિડનેપ કરી તેના પર રેપ કર્યો હતો. 36 વર્ષીય નરાધમ આરોપી મૂળ બિહારનો છે. આરોપી પોલીસના થર્ડ બટાલિયનના નિવાસી કોમ્પલેક્સમાં મજૂરી કામ કરે છે.

માલ્યાની સાડા છ હજાર કરોડની સંપત્તિ જપ્ત

માલ્યાની સાડા છ હજાર કરોડની સંપત્તિ જપ્ત

મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ વિજય માલ્યાની 6630 કરોડની પ્રોપર્ટી જપ્ત કરી છે. ઇડીની આ વિજય માલ્યા સામેની સૌથી મોટી કાર્યવાહી છે. પ્રોપર્ટીનું મૂલ્યાંકન કરતી વખતે 2010નો રેટ લગાવવામાં આવ્યો છે. 200 કરોડનું હાઉસ અને 800 કરોડનો બેંગ્લોરનો મોલ પણ જપ્ત કરાયો છે.

કાશ્મીર પહોંચ્યું 30 સાંસદોનું ડેલિગેશન

કાશ્મીર પહોંચ્યું 30 સાંસદોનું ડેલિગેશન

કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે રાજનાથના નેતૃત્વમાં ઓલ પાર્ટી ડેલિગેશન શ્રીનગર પહોંચી ગયું છે. સ્થિતિ સુધારવાના ઉદ્દેશ્ય સાથે આ ડેલિગેશન વિવિધ સમુદાયના લોકોને મળશે. મહેબૂબા મુફ્તિએ ડેલિગેશન સાથે વાતચીત કરવા માટે અલગતાવાદીઓને પણ આમંત્રણ આપ્યું છે. જોકે અલગતાવાદીઓ ઓલ પાર્ટી મિટનો વિરોધ કરી રહ્યા છે.

અંતિમસંસ્કાર કરવા માટે 2500 માંગતા પરિવાર રઝળ્યો

અંતિમસંસ્કાર કરવા માટે 2500 માંગતા પરિવાર રઝળ્યો

મધ્યપ્રદેશના નિમચમાં મૃતદેહના અંતિમસંસ્કાર કરવા માટે 2500 રૂપિયા માંગવામાં આવ્યા હતા. ગરીબ પરિવાર નગર પરિષદ પહોંચ્યો તો ત્યાં કર્મચારીઓએ ખાડો ખોદી ડાટી દેવાની સલાહ આપી. જો કે એક સમાજસેવકને ઘટનાની જાણ થતાં તેણે સાંજે પાંચ વાગ્યે અંતિમસંસ્કાર કરાવડાવ્યા હતા.

રેલવે દ્વારા દેશના કોઇપણ ખૂણે 12 કલાકમાં જઇ શકશો

રેલવે દ્વારા દેશના કોઇપણ ખૂણે 12 કલાકમાં જઇ શકશો

ભારતીય રેલવેએ વિશ્વના સૌથી ઊંચા સ્થળ સુધી પોતાની સેવા લંબાવવા કવાયત હાથ ધરી છે. લદ્દાખ સુધી રેલવે લાઇન નાખવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આ કામને ઝડપી કરવા માટે લીલી ઝંડી આપી દીધી. આ ટ્રેન હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોને પાર કરશે.

આતંકવાદી સૈયદ સલાઉદ્દીને ભારતને આપી ધમકી

આતંકવાદી સૈયદ સલાઉદ્દીને ભારતને આપી ધમકી

હિઝબુલ મુજાહિદ્દીન પ્રમુખ સૈયદ લસાઉદ્દીને કાશ્મીર વિવાદ મુદ્દે વિવાદિત નિવેદન કર્યું. તેણે કાશ્મીરીઓને સૂસાઇડ બોમ્બર્સ તરીકે ટ્રેનિંગ આપવાની ધમકી આપી છે. કહ્યું કે આ બોમ્બર્સ ઘાટીને ભારતીય સૈન્યનું કબ્રસ્તાન બનાવી દેશે.

5 રાજ્યોમાં લાગશે દવા માટેના ATM

5 રાજ્યોમાં લાગશે દવા માટેના ATM

દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા તાજેતરમાં શેરી દવાખાનું અને દવાઓ માટેનું ATMનો પ્રોજેક્ટ લોંચ કરવામાં આવ્યો હતો. હવે આ પ્રોજેક્ટ કેન્દ્રની મોદી સરકારને પણ પસંદ આવી ગયો છે. મધ્યપ્રદેશ, હિમાચલ, ઉડીસા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X