ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કાવેરીના પાણી છોડવા મુદ્દે આજે કર્ણાટક બંધ

કાવેરીના પાણી છોડવા મુદ્દે આજે કર્ણાટક બંધ

તામિલનાડુને પાણી આપવાના સુપ્રીમકોર્ટના નિર્ણય વિરુદ્ધ આજે કર્ણાટક બંધ કરવામાં આવ્યું છે. કોઈ પણ ઘટનાને કાબુમાં રાખવા માટે આજે બેંગ્લોરમાં 16 હજાર કરતા પણ વધારે જવાનોને સુરક્ષામાં રાખવામાં આવ્યા છે. સ્કુલ અને સરકારી તેમજ પ્રાઇવેટ કંપની પણ બંધ રાખવામાં આવી છે.

મહેબૂબાની મુશ્કેલીઓમાં વધારે, મળ્યું અલ્ટીમેટમ

મહેબૂબાની મુશ્કેલીઓમાં વધારે, મળ્યું અલ્ટીમેટમ

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વરિષ્ઠ નેતા મુઝફ્ફર હુસૈન બેગે જે&કે સીએમ મહેબૂબા પર નિશાન તાક્યું. કહ્યું કે જો મહેબૂબા ભાજપ સાથે કરેલા ગઠબંધન મુજબ કામ નથી કરી શકતી તો રાજીનામું આપી દેવું જોઇએં. બેગે કહ્યું કે 6 માસમાં મહૈબૂબા કાશ્મીરની સ્થિતિ નહીં સુધારી શકે તો રાજીનામું આપવું પડશે.

હરિયાણમાં બિરયાની સાથે બીફ પીરસાયું

હરિયાણમાં બિરયાની સાથે બીફ પીરસાયું

હરિયાણા સરાકરે મુસ્લિમ વિસ્તાર મેવાતમાં વિવિધ સ્થળેથી બિરયાનીના 7નમૂના લેવાયા હતા. તપાસમાં ફૂ઼ડ સેમ્પલમાં ગૌમાંસ હોવાનું બહાર આવ્યું. બિરયાનીમાંથી બિફ મળી આવતાં પોલીસ હરકતમાં આવી છે. ગૌમાંસ વેંચતા તમામ એકમોને સીલ કરવાની કામગીરી હાથ ધરાઇ છે.

ટૂંક સમયમાં ભારતમાં પેટ્રોલિયમની આયાત શૂન્ય થશે : નીતિન ગડકરી

ટૂંક સમયમાં ભારતમાં પેટ્રોલિયમની આયાત શૂન્ય થશે : નીતિન ગડકરી

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું છે તે આગામી સમયમાં ભારતની પેટ્રોલિયમ આયાતને શૂન્ય કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પેટ્રોલિયમની આયાત શૂન્ય બનાવવા અમે ઇથેનોલ, મિથેનોલ અને બાયો સીએનજી જેવા વૈકલ્પિક ઈંધણના ઉપયોગને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ.

રાહુલે પિતા રાજીવ ગાંધીની અધુરી ઇચ્છા પુરી કરી

રાહુલે પિતા રાજીવ ગાંધીની અધુરી ઇચ્છા પુરી કરી

રાહુલ ગાંધી આજે રામની નગરી અયોધ્યાની મુલાકાતે ગયા છે. 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ એવું પહેલી વાર થયું છે કે જ્યારે ગાંધી પરિવારમાંથી કોઇ અહીં આવ્યું છે. રાજીવ ગાંધી 26 વર્ષ પહેલા અયોધ્યાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેઓ હનુમાનમઢીના દર્શન કરી ન શક્યા હતા.

એસીબીએ કરોડોની બેનામી સંપત્તિનો પર્દાફાશ કર્યો

એસીબીએ કરોડોની બેનામી સંપત્તિનો પર્દાફાશ કર્યો

મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી એસીબીના અધિકારીઓએ કરોડોની બેનામી સંપત્તિ શોધી કાઢી. સુરત, બનાસકાંઠા, રાજકોટ અને જામનગરના 10 અધિકારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદના નિમેશ રજનીકાંત નામના RFO સામે કાર્યવાહી થઇ.

એક શરતે દેશ પરત ફરવાની માલ્યાએ તૈયારી બતાવી

એક શરતે દેશ પરત ફરવાની માલ્યાએ તૈયારી બતાવી

નવ હજાર કરોડના લોન ડિફોલ્ટર વિજય માલ્યાએ ભારત આવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. 2000ના FERA ઉલ્લંઘન કેસમાં માલ્યા તરફથી વ્યક્તિગત રજુઆત કરવા માટે છૂટની માંગ કરવામાં આવી. માલ્યાનો પાસપોર્ટ પણ ભારતીય અધિકારીઓએ જપ્ત કરી લીધો હોવાનું માલ્યાનાવકીલે જણાવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X