નીતિશને વધુ એક ઝટકો, રેણુ કુશવાહાએ જેડીયૂમાંથી આપ્યું રાજીનામું
પટણા, 11 માર્ચ: લોકસભાની ચૂંટણી પહેલાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. નીતિશ કુમારના સૌથી વિશ્વનિય મંત્રીઓમાંના એક રેણુ કુશવાહાએ મંત્રી અને જેડીયૂ બંને પરથી રાજીનામું આપી દિધું છે. કોસી વિસ્તારમાં મજબૂત પકડ ધરાવનાર રેણું કુશવાહનો આ નિર્ણય તેમના પતિ વિજય સિંહ કુશવાહા દ્વારા ભાજપમાં જોડાવવાના એક દિવસ બાદ આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે નરેન્દ્ર મોદીની પૂર્ણિયા રેલીમાં વિજય કુશવાહાએ ભાજપનો પાલવ પકડ્યો તો સાંજ થતાં થતાં રેણુ કુશવાહાએ પણ પોતાનું રાજીનામું મુખ્યમંત્રી નીતિશ કુમારને મોકલી આપ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ વિજય સિંહ કુશવાહાને મધેપુરાથી શરદ યાદવ વિરૂદ્ધ મેદાનમાં ઉતારવાનું મન બનાવી રહી છે.
રેણુ કુશવાહ પોતે પણ સાંસદ રહી ચૂકી છે. પરંતુ ગત 9 વર્ષોથી તે નીતિશ કુમાર કેબિનેટમાં મંત્રી હતી. એવામાં રેણુ કુશવાહાનું અચાનક જવું નીતિશ કુમાર માટે મોટો ઝટકો છે.

સૂત્રો જણાવ્યા અનુસાર નીતિશ કુમારે ત્યારબાદ કુશવાહા સાથે વાતચીત કરી હતી અને તેમનું રાજીનામુ પરત લેવાનો આગ્રહ કર્યો છે. તેમને મનાવવા માટે પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતા પણ તેમને મળ્યા હતા. બીજી તરફ મુખ્યમંત્રી આવાસ પરથી મોડી રાત્ર સુધી આ વાતની પુષ્ટિ થઇ શકી નથી કે રેણુ કુશાવાહાનું રાજીનામું સ્વિકાર થયું છે કે નહી.
જો રેણુ કુશવાહાનું રાજીનામું સ્વિકાર થઇ જાય છે તે તાજેતરમાં નીતિશ કુમારના મંત્રિમંડળમાંથી અલગ થનાર બીજી મહિલા મંત્રી હશે. આ પહેલાં ફેબ્રુઆરીમાં પરવીન અમાનુલ્લાહ મંત્રી પદ અને વિધાનસભાથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગઇ છે. રાજ્યના જાતિગત સમીગતની વાત કરીએ તો રેણુ કુશવાહાના રાજીનામા બાદ કુશવાહા સમુદાયમાં જેડીયૂની પકડ વધુ નબળી પડી શકે છે.
ગત અઠવાડિયે આ સમુદાયના વધી એક કદાવર નેતા અને નીતિશ સરકારના પહેલા કાર્યકાળમાં મંત્રી રહી ચૂકેલા ભગવાન સિંહ કુશવાહાએ જેડીયૂ છોડીને આરજેડીમાં જોડાયા હતા. આરજેડીએ તેમને આરા સંસદીય ક્ષેત્રથી પોતાના બનાવ્યા છે.












Click it and Unblock the Notifications
