બિહારઃ સાત નરાધમોએ સગીરાને પીંખી નાખી, ગેંગરેપનો વીડિયો ફેસબુક પર અપલોડ કરી દીધો

બિહારઃ સાત નરાધમોએ સગીરાને પીંખી નાખી, ગેંગરેપનો વીડિયો ફેસબુક પર અપલોડ કરી દીધો

છપરાઃ બિહારના છપરા જિલ્લાના તરૈયા પોલીસ સ્ટેશનમાં ઇન્સાનિયતને શરમાવે તેવો મામલો સામે આવ્યો છે, જ્યાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલ વીડિયો ગેંગરેપનો છે. જેમાં સાત યુવકે એક સગીર છોકરી પર ગેંગરેપ કર્યો. ગેંગરેપના આ મામલે ત્રણ નામજદ અને 4 અજાણ્યા શખ્સો સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી મુજબ છોકરી પોતાની મા માટે દવા લેવા ગઇ હતી.

મા માટે દવા લઇ આવી રહી હતી પીડિતા

મા માટે દવા લઇ આવી રહી હતી પીડિતા

દવા લઇ પાછા ફરતી વખતે સાત લોકોએ છોકરીનું અપહરણ કરી તેને સુમસામ જગ્યાએ લઇ જઇ તેના પર ગેંગરેપ કર્યો. ઘટના દરમિયાન આરોપીઓએ વીડિયો પણ બનાવ્યો અને તેને વાયરલ કરી દીધો. ઘટના 17 જુલાઇની જણાવવામાં આવી રહી છે. પરંતુ છોકરીએ ડરને પગલે કોઇને નહોતું જણાવ્યું. જો કે 22 જુલાઇએ પીડિતાએ ઘટના વિશે જણાવી દીધું. જે બાદ પરિજનોએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી.

સાત લોકો સામે મામલો નોંધાયો

સાત લોકો સામે મામલો નોંધાયો

જ્યારે મામલો સામે આવ્યો તો છપિયા ગામના રહેવાસી ત્રણ નામજદ આરોપી અને ચાર અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધવામાં આવી. સગીર પીડિાએ ફરિયાદમાં જણાવ્યું કે તે બજારી પોતાની મા માટે દવા લઇ પગપાળા ઘરે આવી રહી હતી. જેવી જ તે વેતાળ બાબા પીપળા પાસે પહોંચી તો બે મોટરસાઇકલ પર આવેલા ચાર લોકો બાજુમાંથી પસાર થવા લાગ્યા અને થોડીવાર બાદ ચારેય પાછા આવ્યા અને ઘેરી લીધી.

અપહરણ કરી સાત લોકોએ ગેંગરેપ કર્યો

અપહરણ કરી સાત લોકોએ ગેંગરેપ કર્યો

જે બાદ મફલરથી મારું મોઢું દબાવી મોટરસાઇકલ પર બેસાડી દીધી. આ દરમિયાન તે જોર જોરથી ચીસો પાડવા લાગી. પરંતુ મને સુમસામ રસ્તેથી અજાણી જગ્યાએ લઇ ગયા અને ત્યાં બદાએ વારા ફરતી વારા રેપ કર્યો. પીડિતાએ આરોપ લગાવ્યો કે આરોપીઓમાંથી કોઇ એકે ઘટનાનો વીડિયો બનાવી લીધો.

ફેસબુક પર વીડિયો અપલોડ કરી દીધો

ફેસબુક પર વીડિયો અપલોડ કરી દીધો

પછી વીડિયો બનાવી ફેસબુક પર વાયરલ કરી દીધો. ઘટનાની જાણકારી પર ધારાસભ્ય મુદ્રિકા રાયે પીડિતાના પરિજનોને મળી દોષિતો વિરુદ્દ જલદીમાં જલદી કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું. એસપી હર કિશોર રાયે જણાવ્યું કે પોલીસ આરોપીઓની જલદી જ ધરપકડ કરી લેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X