For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં 7 મહિલા મંત્રીઓ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 મે : ગુજરાતમાં 13 વર્ષ સુધી સત્તાનું સુકાન સંભાળનારા નરેન્દ્ર મોદીએ હવે વિકાસના પંથે આગળ વધીને દેશનું સુકાન સંભાળવાની જવાબદારી સ્વીકારી છે. તેઓ દેશના 15મા વડાપ્રધાન બની ગયા છે. 26 મે, 2014ના રોજ એક ભવ્ય સમારંભમાં 4000 મહેમાનોની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા.

નરેન્દ્ર મોદીની સાથે 24 કેબિનેટ કક્ષાના મંત્રીઓ સહિત કુલ 45 મંત્રીઓએ શપથ લીધા હતા. નરેન્દ્ર મોદીની ડેવલપમેન્ટ બ્રિગેડમાં 7 મહિલા મંત્રીઓ પણ છે. મહિલા મંત્રીઓની ટીમમાં સૌથી યુવા મંત્રી તરીકે સ્મૃતિ ઇરાનીનું નામ છે. જ્યારે નજમા હેપ્તુલ્લા સૌથી ઉંમરલાયક મંત્રી છે.

women-cabinet

આ સાત મહિલા મંત્રીઓમાંથી એક મહિલા સાંસદને મંત્રીમંડળીય સુરક્ષા સમિતી (સીસીએસ)ની સભ્ય બનાવવામાં આવશે. સુષ્મા સ્વરાજ સીસીએસના સભ્ય બનશે. તેમને વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. નોંધનીય છે કે સીસીએસની રચના ગૃહ મંત્રી, રક્ષા મંત્રી, નાણા મંત્રી અને વિદેશમંત્રીને સામેલ કરીને કરવામાં આવે છે.

આ સાત મહિલા મંત્રીઓમાં 74 વર્ષીય નઝમા હેપ્તુલ્લા સૌથી વરિષ્ઠ મહિલા મંત્રા છે. તેમને લઘુમતી મંત્રાલય સોંપવામાં આવ્યું છે. હેપ્તુલ્લા 1980થી રાજ્યસભાના સાંસદ છે. જ્યારે 38 વર્ષીય સ્મૃતિ ઇરાની સૌથી નાની વયના મહિલા મંત્રી છે. તેમને કેબિનેટ કક્ષાના માનવ સંસાધન મંત્રી બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત ઉમા ભારતી, મેનકા ગાંધી, હરસિમત કૌર બાદલને પણ કેબિનેટ કક્ષાના મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. શપથ ગ્રહણ કરનારી સાત મહિલાઓમાંથી 6ને કેબિનેટ મંત્રી જ્યારે નિર્મલા સીતારમણને સ્વતંત્રપ્રભાર ધરાવતા રાજ્યમંત્રી બનાવાયા છે.

નોંધનીય છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના 71 સભ્યોવાળા મંત્રીમંડળમાં પણ સાત મહિલા સાંસદોનો સામેલ કરવામાં આવ્યા હતા. જો કે તેમાંથી માત્ર બે મહિલા સાંસદો ગિરિજા વ્યાસ અને ચંદ્રેશ કચોટને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં મહિલા સાંસદોની સંખ્યા વધી શકે છે કારણ કે ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતા છે.

English summary
There are seven women ministers including six with Cabinet rank in the 45-member Council of Ministers headed by Prime Minister Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X