એલર્ટઃ આગલા 6 કલાકમાં ભયંકર સ્વરૂપ લઈ શકે છે ચક્રવાતી તોફાન 'અમ્ફાન'
ચક્રવાતી તોફાન અમ્ફાન બંગાળની ખાડીના કેન્દ્રમાં પહોંચી ચૂક્યુ છે. આ ઓરિસ્સાના દક્ષિણ પારાદ્વીપથી લગભગ 870 કિલોમીટર દૂર છે.
ચક્રવાતી તોફાન અમ્ફાન બંગાળની ખાડીના કેન્દ્રમાં પહોંચી ચૂક્યુ છે. આ ઓરિસ્સાના દક્ષિણ પારાદ્વીપથી લગભગ 870 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે આગલા 6 કલાકમાં આ વધુ ગંભીર ચક્રવાતી તોફાનનુ રૂપ લેશે. ચક્રવાતી તોફાન અમ્ફાનનુ જોખમ ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ જ નહિ પરંતુ તમિલનાડુમાં પણ મંડરાઈ રહ્યુ છે.

એનડીઆરએફની ટીમો તૈનાત
રામેશ્વરમમાં પંબન પૉર્ટ પ્રશાસને ચક્રવાતી તોફાનની ચેતવણી આપવા માટે કેજ નંબર 2ને પંબન બ્રિજ પર લગાવ્યુ છે જેથી લોકોને આ અંગે ચેતવવામાં આવી શકે. ભારતીય હવામાન વિભાગ અનુસાર આ તોફાન અમુક કલાકોમાં ઘણુ ભયંકર સ્વરૂપ લઈ શકે છે. ઓરિસ્સાના જગતસિંહપુરા ડીએમ સંગ્રામ કેશરી મહાપાત્રાએ જણાવ્યુ કે જિલ્લા પ્રશાસન ચક્રવાતી તોફાન અમ્ફાન માટે સંપૂર્ણપણે સતર્ક છે અને તેને પહોંચી વળવાની અમારી પૂરી તૈયારી છે. એનડીઆરએફની ટીમ પણ અહીં પહોંચી ચૂકી છે. 19 મે સુધી અમે ઝુગ્ગી-ઝૂંપડીઓમાં રહેતા બધા લોકોને ત્યાંથી કાઢી લઈશુ.

ઘણા રાજ્યોમાં ચેતવણી
આ પહેલા ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે બંગાળની ખાડીમાં ઉઠી રહેલ તોફાન અમ્ફાન ઘણા રાજ્યો માટે ખતરો બની શકે છે. આઈએમડીએ કહ્યુ છે કે આ સમયે દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે, આના કારણે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પણ હવામાન બગડી શકે છે.

ઓરિસ્સામાં એનડીઆરએફની 10 ટીમો તૈનાત
ઓરિસ્સામાં બાલાસોર, ભદ્રક, કેન્દ્રપાડા, પૂરી, જગતસિંહપુર, જાજપુર અને મયૂરગંજ જિલ્લાઓમાં એનડીઆરએફની 10 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે, 7 ટીમો કટકમાં 3 એનડીઆરએફ બીએમ મુંડાલીમાં છે. હવામાન વિભાગ ભુવનેશ્વરે જણાવ્યુ કે 20 મેના બપોરથી સાંજ વચ્ચે અમ્ફાન ચક્રવાતના પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના હાતિયા દ્વીપ વચ્ચે ચક્રવાત ભયાનક રૂપ લેશે. ચક્રવાતના કારણે ઓરિસ્સામાં ભારે વરસાદ થશે અને આંધી આવશે.












Click it and Unblock the Notifications
