સેક્સ રેકેટમાં KKRની ચિયરગર્લની ધરપકડ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે મોડીરાત્રે પૂણે ક્રાઇમ બ્રાંચની સોશિયલ સિક્યોરિટી સેલે કોરેગાંવ પાર્ક વિસ્તારમાં આવેલી એક હોટેલમાં રેડ પાડી હતી. જ્યાંથી કેકેઆર ટીમની ચિયરગર્લની ધરપકડ કરાઇ હતી. આ યુવતી સાથે તેની દલાલ સીમા ભગવાન જગતાપ (34)ની પણ ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર 'મુંબઇમાં રહેતી ચિયરગર્લ મોડેલીંગ પણ કરે છે. અમને સમાચાર મળ્યા હતા કે તે ગ્રાહક શોધી રહી છે. માટે અમે એક પોલીસને ગ્રાહક બનાવીને તેની દલાલ સીમા સાથે વાત કરી હતી અને ગ્રાહક બનાવીને ચિયરગર્લના રૂમમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ અમે તેની ધરપકડ કરી લીધી હતી. ચિયરગર્લ અને સીમા સાથેની તમામ વાતો અમે રેકોર્ડ કરી લીધી છે.' પોલીસે જણાવ્યું કે ચિયરગર્લે દલાલ સીમાને કહ્યું હતું કે તે ગ્રાહકો પાસેથી 2 કલાકના 1.5 લાખ રૂપિયા લેશે.
તપાસમાં માલૂમ પડ્યું છે કે ચિયરલીડર પોતાની મા અને ત્રણ મિત્રો સાથે મંગળવારે પૂણે આવી હતી. તેણે જણાવ્યું કે ' તે પૂણેના એક પિકનીક સ્પોટ પર રોકાઇ હતી અને બુધવારે તે પાછા મુંબઇ રવાના થવાના હતા. મંગળવારે ચિયરગર્લે મુંબઇના એજન્ટનો સંપર્ક કર્યો હતો. જેણે તેની વાત જગતાપ સાથે કરાવી હતી. જગતાપના કહેવાથી ચિયરગર્લે હોટેલમાં બે રૂમ બુક કરાવ્યા હતા, એક તેના માટે અને બીજો તેની મા અને મિત્રો માટે. '
કોરેગાંવ પોલીસે તેના પર કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
