મુંબઇમાં 8 યુવતીઓ બચાવાઇ, 2 દલાલ સહિત 4ની ધરપકડ

મુંબઇ પોલીસે સોશિયલ સર્વિસ બ્રાંચ અને નાગપાડા પોલીસે મળીને દરોડા પાડીને આ રેકેટને પકડી પાડ્યુ હતું. પોલીસે આઠ યુવતીઓને મૂક્ત કરી હતી તેમજ 2 દલાલો સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. જેમાં એક મહિલા મેનેજરનો પણ સમાવેશ થાય છે. પોલીસે 23 હજાર રૂપિયાની રોકડ રકમ પણ ઝપ્ત કરી છે.
પોલીસ ઇન્સપેક્ટર લક્ષ્મણ ગાયકવાડે જણાવ્યું હતું કે મુંબઇની સોશિયલ સર્વિસ બ્રાંચ સતત આવી પ્રવૃત્તિ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહી છે. તેમણે જણાવ્યું કે અખબારમાં આપેલી એક 'એ ટૂ ઝેડ બ્યૂટીફૂલ ગર્લ્સ' નામની એડ વાંચી, જેના માટે અમે એક નકલી ગ્રાહક બનીને તેમાં આપેલા નંબર પર ફોન કર્યો. તેમણે બે હજારમાં સોદો કર્યો.
અમે નકલી ગ્રાહક તેમના બતાવેલા સરનામા પર મોકલ્યો જ્યા પહેલાંથી જ કેટલીક છોકરીયો હાજર હતી. અને દરમિયાનમાં જ અમારી ટીમે ત્યા છાપો મારીને તમામની ધરપકડ કરી લીધી.












Click it and Unblock the Notifications
