એએમયુમાંથી ઝીણાનો ફોટો હટાવ્યો તો દેશનો માહોલ બગડશેઃ પૂર્વ સપા સાંસદ
પૂર્વ સાંસદ ડૉ. શફીકુર્રહમાન બર્કે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ કે અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયમાં ઝીણાના ફોટા માટે કારણ વગર વિવાદ ફેલાવવામાં આવી રહ્યો છે.
પૂર્વ સાંસદ ડૉ. શફીકુર્રહમાન બર્કે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ કે અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયમાં ઝીણાના ફોટા માટે કારણ વગર વિવાદ ફેલાવવામાં આવી રહ્યો છે. ઝીણાના ફોટાને મોદી સરકાર ફાયદા માટે ચૂંટણી મુદ્દો બનાવી રહી છે. તેમણે કહ્યું કે જો વિશ્વ વિદ્યાલયમાંથી ફોટાને હટાવવામાં આવશે તો દેશનો માહોલ બગડી શકે છે.

ડૉ. શફીકુર્રહમાને કહ્યુ કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કરાંચીમાં ઝીણા સાહેબની પ્રશંસા કરી હતી. વિશ્વ વિદ્યાલયમાં 70 વર્ષથી ફોટો લગાવેલો છે. અત્યાર સુધી આ ફોટો કેમ હટાવવામાં ન આવ્યો ? હવે ફોટો હટાવવાની વાત કરીને ફરીથી દેશનો માહોલ કેમ બગાડવામાં આવી રહ્યો છે?












Click it and Unblock the Notifications
