6 વર્ષની માસૂમના યૌન ઉત્પીડન પછી ગળું દબાવી હત્યા

ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં કંપારી છોડાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં 6 વર્ષની માસૂમને ઘરે લઇ જઈને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું

ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં કંપારી છોડાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં 6 વર્ષની માસૂમને ઘરે લઇ જઈને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું, ત્યારપછી તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી. હાલમાં પોલીસે બાળકના શવને લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. તેની સાથે સાથે પોલીસ આરોપીને પકડીને તેની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો: જ્યુસમાં નશાની દવા મેળવીને પીવડાવ્યું, કારમાં મહિલા સાથે ગેંગરેપ

માસૂમનું યૌન ઉત્પીડન

માસૂમનું યૌન ઉત્પીડન

આ ઘટના શાહજહાંપુરના સદર બજાર ચોકી વિસ્તારની છે. અહીં રહેતું 6 વર્ષનું બાળક ઘરની બહાર રમી રહ્યું હતું. ત્યારે જ પાડોશમાં રહેતો શિવા નામનો યુવક માસૂમ બાળકને પટાવીને પોતાના ઘરે લઇ ગયો. ત્યાં તેને માસૂમનું યૌન ઉત્પીડન કર્યું અને ત્યારપછી તેનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. ઘટનાને અંઝામ આપીને આરોપી શિવા બાળકની લાશને રજાઈમાં છોડીને ભાગી ગયો.

ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો

ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો

જયારે બાળક ઘણા સમય સુધી પોતાને ઘરે નહીં આવ્યો ત્યારે તેના પિતાએ તેની શોધ શરુ કરી. ત્યારપછી ખબર પડી કે પાડોશમાં રહેતો શિવા બાળકને પોતાની સાથે લઇ ગયો હતો. ત્યારપછી પરિજનો શિવાને ઘરે પહોંચ્યા ત્યારે બાળક ત્યાં પડ્યો હતો. પરિજનો બાળકને લઈને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા અને પોલીસને પણ તેની જાણકારી આપી. ત્યાં ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો.

આરોપી યુવકની પૂછપરછ

આરોપી યુવકની પૂછપરછ

હાલમાં પોલીસે મૃત બાળકના પિતાની ફરિયાદને આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે. એસપી એસ.ચિનપ્પા ઘ્વારા જણાવવામાં આવ્યું કે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ કંઈક કહી શકાશે. હાલમાં પોલીસ આરોપી યુવકની પૂછપરછ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X