For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બચ્ચન બાદ શાહરૂખ પર લિંગ પરિક્ષણનો આરોપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 17 જૂન: બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન એક નવા વિવાદમાં ફસાયો છે. એક અંગ્રેજી સમાચારના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના રેડિયોલોજિસ્ટ એસોસિએશને શાહરુખ ખાન પર લિંગ પરિક્ષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. થોડા દિવસો અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે શાહરુખ ખાન પિતા બનવાના છે અને તેમની પત્ની ગૌરી સરોગેસીના માધ્યમથી પુત્ર પ્રાપ્તીની આશા સેવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડાં દિવસો પહેલાં સતત એવા સમાચાર આવતાં હતા કે શાહરુખ ખાન બાપ બનવાનો છે. સમાચારોમાં એમપણ કહેવામાં આવ્યું હતું કે આવનાર બાળક પુત્ર છે. સમાચારોમાં ત્યાં સુધી બતાવવામાં આવ્યું હતું કે આ બાળક છોકરો હશે અને આ પ્રમાણે આર્યન અને સુહાના બાદ ફરી એકવાર તે બાપ બનવાના છે.

shahrukh-with-kids

હવે આ મામલે મહારાષ્ટ્ર રેડિયોલોજિસ્ટ એસોસિએશને શાહરુખ ખાન પર બાળકનું લિંગ પરીક્ષણ કરાવવાનો આરોપ લગાવીને એક મોટો વિવાદ ઉભો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં ગર્ભમાં બાળકનું પરિક્ષણ કરવું ગેરકાનૂની છે.

એસોસિએશને રાજ્યના સ્વાસ્થ્ય વિભાગને તેની તપાસ કરવા માટે કહ્યું છે. જો કે શાહરુખ ખાને હજુ સુધી પુષ્ટિ કરી નથી કે તે અને ગૌરી સરોગેસીના માધ્યમથી બેબી બ્યોય્સની આશા કરી રહ્યાં છે.

English summary
Shahrukh Khan in trouble over sex determination. Shahrukh and Gauri Khan, who already have a son Aryan and old daughter Suhana, are expecting a baby boy through surrogacy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X