શરમજનક ઘટના : પંજાબમાં મહિલા પર ચાલતી બસે ગેંગ રેપ : 5ની ધરપકડ

દેશમાં ભડકેલા રોષને ધ્યાનમાં રાખીને પંબાજ પોલીસે ચપળતા દાખવી હતી અને બળાત્કારીઓના દેખાવના વર્ણનને આધારે બસ ડ્રાઇવરની સાથે પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસે પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપી છે. ડોક્ટર્સ તેની સ્થિતિ જોખમથી બહાર હોવાનું જણાવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ શરમજનક ઘટના બાદ સમગ્ર પંજાબમાં સનસનાટી ફેલાઇ ગઇ છે. પીડિત મહિલા ગુરુદાસપુરથી પોતાના ગામ તરફ જવા માટે બસમાં બેઠી હતી. પીડિતાને ત્યારે ખ્યાલ પણ ન હતો કે બસમાં પહેલેથી બેઠેલા લોકોની નીયત બગડેલી છે.
પીડિતાએ જણાવ્યું કે બસ ચાલકે તેના ગામની પાસે બસ રોકી ન હતી. ત્યાર બાદ બસ ચાલક સહિત સાત લોકો બસને અજાણી જગ્યાએ લઇ ગયા હતા. અને તેની સાથે સામુહિક બળાત્કાર કર્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ મહિલાને તેના ગામ પાસે બસમાંથી બહાર ફેંકીને ફરાર થઇ ગયા હતા.
પીડિતાએ આરોપીઓના દેખાવ અંગે કરેલા વર્ણનના આધારે પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે. જેમાં બસ ડ્રાઇવરનું નામ દલેર સિંહ, બસ કંડક્ટરનું નામ રવિ, અને અન્યોના નામ જસવિંદર સિંહ ઉર્ફે સન્ની, જગપ્રીત સિંહ, સતવંત સિંહ છે. આ પાંચમાંથી બસ ડ્રાઇવરે પોતાનો ગુનો કબૂલ કર્યો છે.












Click it and Unblock the Notifications
