શરદ પવારની પાર્ટીએ નાગાલેન્ડમાં NDPP-BJP સરકારને સમર્થન આપ્યુ
બીજેપી વિરોધી ગણાતી એનસીપીએ નાગાલેન્ડમાં બીજેપી સમર્થિત સરકારને સમર્થન આપ્યુ છે. અહીં એનસીપી NDPP-BJP સરકારમાં જોડાશે.
નવી દિલ્હી : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને શરદ પવારને મોદીની વિરોધી પાર્ટીઓમાંની એક માનવામાં આવે છે. શરદ પવાર ખુલ્લીને મોદી સરકારની આલોચના કરે છે. જો કે હવે શરદ પવારે મોટો માસ્ટર સ્ટ્રોક ખેલતા નાગાલેન્ડમાં NDPP-BJP સરકારને સમર્થન આપ્યુ છે. નાગાલેન્ડમાં હવે વિપક્ષ પુરી રીતે ખતમ થઈ ગયો છે.

બે માર્ચે આવેલા નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કુલ 60 બેઠકોમાંથી 25 સીટો એનડીપીપીના ખાતામાં ગઈ હતી. આ સિવાય 12 સીટો ભાજપ પાસે છે. આમ બીજેપી-એનડીપીપી ગઠબંધને સરકાર બનાવી અને મંગળવારે નેફિયુ રિયોએ પાંચમી વખત મુખ્યમંત્રી બન્યા છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા.
અહીં એનસીપીએ 7 બેઠકો જીતી હતી અને વિપક્ષના નેતા પદનો દાવો કરવા માટે સંખ્યા હતી. જો કે ગયા અઠવાડિયે પાર્ટીના પૂર્વોત્તર પ્રભારી નરેન્દ્ર વર્માએ નાગાલેન્ડની મુલાકાત લીધી હતી. તેમને પાર્ટીના ધારાસભ્યોએ કહ્યું હતું કે, તે સરકારમાં સામેલ થવા માંગે છે. આ પછી બુધવારે એનસીપીએ એક સત્તાવાર પત્ર જારી કરીને સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
આ મુદ્દે નરેન્દ્ર વર્માએ જણાવ્યુ કે, નાગાલેન્ડના નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને એનસીપીના સ્થાનિક એકમનો અભિપ્રાય હતો કે આપણે સરકારનો ભાગ બનવું જોઈએ, જેનું નેતૃત્વ. રિયો કરી રહ્યા છે. સીએમ રિયોના અમારી પાર્ટી સાથે સારા સંબંધો છે. એનસીપીના વડા સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી હતી. તેમણે અંતિમ નિર્ણય સ્થાનિક એકમ પર છોડી દીધો હતો. પાર્ટીએ તમામ સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો છે.












Click it and Unblock the Notifications
