For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં ખેડૂતોનો ગુસ્સો ચૂંટણીમાં દેખાયો, લોકોએ નવી પાર્ટીને મોકો આપ્યોઃ શરદ પવાર

શરદ પવારે કહ્યુ કે પંજાબના ખેડૂતોમાં ગુસ્સો હતો કે જે ચૂંટણી પરિણામોમાં સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં 4 રાજ્યોમાં જીત મેળવી તે બાદ એક વાર ફરીથી પાર્ટી ચારે રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહી છે. પરંતુ ભાજપને પંજાબમાં હારનો સામનો કરવો પડ્યો છે. પાર્ટીને અહીં માત્ર બે સીટ પર જીત મળી છે. જ્યારે સહુ કોઈને ચોંકાવીને આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહુમત મેળવીને 92 સીટો પર જીત મેળવી છે. વળી, શિરોમણી અકાલી દળ અને કોંગ્રેસને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો છે.

sharad pawar

પંજાબમાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ શરદ પવારે કહ્યુ કે પંજાબના ખેડૂતોમાં ગુસ્સો હતો કે જે ચૂંટણી પરિણામોમાં સામે આવ્યો છે. પંજાબના લોકોએ ભાજપ અને કોંગ્રેસને અહીં હરાવી છે અને નવી પાર્ટીને મોકો આપ્યો છે. તમને જણાવી દઈએ કે ભાજપને પંજાબમાં માત્ર 2 સીટો મળી જ્યારે કોંગ્રેસને 18 સીટો પર જીત મળી છે. 117 વિધાનસભા સીટોમાંથી 92 પર જીત મેળવીને આમ આદમી પાર્ટી અહીં સરકાર બનાવવા જઈ રહી છે. પાર્ટીએ પહેલા જ ભગવંત માનને મુખ્યમંત્રીનો ઉમેદવાર જાહેર કર્યા છે.

ભગવંત માનની વાત કરીએ તે તેમણે ધુરીની સીટ પરથી 58 હજારથી વધુ મતોથી જીત મેળવી છે. ત્રણ સપ્તાહ પહેલા જ અરવિંદ કેજરીવાલે માનના નામનુ એલાન કર્યુ હતુ. તેમણે લખીને પણ આપ્યુ હતુ કે ભગવંત માન 51 હજારથી વધુ મતોથી જીતશે. એટલુ જ નહિ કેજરીવાલે કહ્યુ હતુ કે ચન્ની પોતાની બંને સીટોથી ચૂંટણી હારવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ચન્ની ભદૌર સીટથી 37558 વોટથી હારી ગયા, તેમને આપના જગરુપ સિંહ ગિલે હરાવ્યા. જ્યારે ચમકૌરમાં પણ ચન્નીને 7942 વોટથી હારનો સામનો કરવો પડ્યો.

English summary
Sharad Pawar says Punjab farmer's anger reflected in voting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X