For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ NCP પ્રમુખ શરદ પવારની મોડી રાતે થઈ એડોસ્કોપી, આરોગ્ય મંત્રી ટોપેએ આપી હેલ્થ અપડેટ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રમુખ શરદ પવારની મંગળવારે મોડી રાતે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એંડોસ્કોપી કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રમુખ શરદ પવારની મંગળવારે મોડી રાતે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એંડોસ્કોપી કરવામાં આવી છે, તેમને પેટમાં દુઃખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ વિશે અપડેટ આપીને એનસીપી નેતા અને રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે ઑપરેશન બાદ શરદ પવાર ઠીક છે, તેમના પિત્તાશયમાંથી પથરી કાઢી નાખવામાં આવી છે, હાલમાં ચિંતાની વાત નથી, તે સકુશળ ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ છે. જ્યારે ડૉક્ટર અમિત મયદેવે કહ્યુ કે અમુક ટેસ્ટ કર્યા બપાદ અમે શરદ પવારજીની એંડોસ્કોપી કરવાનો નિર્ણય કર્યો કારણકે અમુક જટિલતાઓ હતી, અમે બાદમાં તેમના ગોલબ્લેડરને રિમૂવ કરવાનો નિર્ણય લઈશુ.

મંગળવારે રાતે અચાનક પવારની તબિયત બગડી

મંગળવારે રાતે અચાનક પવારની તબિયત બગડી

ઉલ્લેખનીય છે કે શરદ પવારની બુધવારે એંડોસ્કોપી થવાની હતી પરંતુ મંગળવારે રાતે જ અચાનક તેમની હાલત બગડી ગઈ જે બાદ કાલે મોડી રાતે તેમની સર્જરી કરવી પડી. તમને જણાવી દઈએ કે આ પહેલા એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે ટ્વિટ કરીને પવારના હોસ્પિટલમાં ભરતી થવાની માહિતી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે પવારને ગોલબ્લેડરની સમસ્યા છે. તે લોહી પાતળુ થવાની દવા લેતા હતા પરંતુ ગોલબ્લેડરની સમસ્યા બાદ તેમણે હવે દવા લેવાનુ બંધ કરી દીધુ છે.

પીએમ મોદી અને આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ખબર પૂછી

પીએમ મોદી અને આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ખબર પૂછી

પવારની હોસ્પટલમાં ભરતી થવાના સમાચાર આવ્યા બાદ પીએમ મોદી અને આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ખુદ તેમને ફોન કરીને ખબર પૂછ્યા હતા. શરદ પવારે આ વિશે ખુદ સોમવારે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે પ્રધાનમંત્રી અને આરોગ્ય મંત્રી બંનેને ફોન કરવા માટે આભાર પણ માન્યો હતો. વળી ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રકાંત પાટિલે પવારના જલ્દી ઠીક થવાની પ્રાર્થના કરી હતી.

અમિત શાહ અને શરદ પવાર વચ્ચે નથી થઈ કોઈ મુલાકાત

અમિત શાહ અને શરદ પવાર વચ્ચે નથી થઈ કોઈ મુલાકાત

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે ગૃહમંત્રી અને ભાજપ નેતા અમિત શાહ અને એનસીપી અધ્યક્ષ શરદ પવારની મુલાકાતના સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે. જો કે એનસીપી નેતા નવાબ મલિકે આ સમાચારનુ ખંડન કર્યુ છે. તેમણે કહ્યુ કે અમિત શાહ અને શરદ પવાર વચ્ચે કોઈ મીટિંગ થઈ નથી અને આ વિશે ભાજપ માત્ર અફવા ફેલાવી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે એવા સમાચાર છે કે ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં એક વેપારીના ઘરે શનિવારે એનસીપી નેતા શરદ પવાર અને પ્રફૂલ્લ પટેલ સાથે મુલાકાત કરી હતી. જો કે જ્યારે આ મીટિંગ વિશે અમિત શાહને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે દરેક વસ્તુને સાર્વજનિક ન કરી શકાય.

Drug Case: અભિનેતા એજાઝ ખાનની NCBએ કરી ધરપકડDrug Case: અભિનેતા એજાઝ ખાનની NCBએ કરી ધરપકડ

English summary
Sharad Pawarji is doing well after the operation. Stone has been removed from the Gallbladder successfully: Maharashtra Health Minister Rajesh Tope.Read more at: https://hindi.oneindia.com/news/maharashtra/sharad-pawar-is-doing-well-after-the-operation-maharashtra-health-minister-rajesh-tope-610817.html?story=4
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X