કોંગ્રેસમાં નહીં ભળે એનસીપી, મહારાષ્ટ્રના રાજકારણમાં નહીં પરત ફરે શરદ
નવી દિલ્હી, 22 જૂનઃ શરદ પવારની પાર્ટી એનસીપીએ સ્પષ્ટ કરી દીધું છેકે તે કોંગ્રેસમાં ભળવાની નથી. એનસીપીનું કહેવું છેકે તેમને કોંગ્રેસ તરફથી આવી કોઇ ઓફર મળી નથી. એનસીપીનું કહેવું છેકે અમારું સંગઠન અલગ છે અને વિલય થવાનો પ્રશ્ન જ ઉઠતો નથી.

નોંધનીય છેકે મીડિયામાં એવા અહેવાલ આવી રહ્યાં હતા કે કોંગ્રેસે એનસીપીને પોતાનામાં ભળી જવા અને શરદ પવારને આગામી વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રનું નેતૃત્વ કરવાની ઓફર કરી હતી. સૂત્રો અનુસાર પડદાં પાછળ કોંગ્રેસ પોતાની ઓફર પાછળ કામ કરી રહી છે. જોકે એનસીપીના આ નિવેદને આ વાતને અમુક હદ સુધી ખારીજ કરી દીધી છે.
નોંધનીય છેકે વિલાસરાવ દેશમુખના નિધન બાદથી રાજ્યમાં કોંગ્રેસ પાસે કોઇ મરાઠી ચહેરો નથી, તેવામાં કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ શરદ પવારને આ મોટી ઓફર કરી છે.












Click it and Unblock the Notifications
